ગુજરાતના ટોપ 10 જોવાલાયક સ્થળો | Best Places To Visit In Gujarat

ગુજરાત ભારતનું એક પ્રસિદ્ધ રાજ્ય છે, જેમાં અનેક જોવાલાયક સ્થળો છે. પોતાના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભવ્યતા, કળા, ધાર્મિકતા અને પ્રાકૃતિક સૌંદર્યતાના કારણે આ સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે.

અમુક પુરાતન સંસ્કૃતિના અવશેષો પણ અહીં જોવા મળે છે. નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ જેવા મહાન કવિઓ દ્વારા ગુજરાતની સુંદરતાના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

અત્યારના આધુનિક જમાનામાં પણ ગુજરાત પ્રવાસન મુદ્દે પાછળ નથી. કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વ્હાઇટ રણ ઓફ કચ્છ વગેરે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાતના ટોપ 10 જોવાલાયક સ્થળો

અદ્બુત અને મનોરમ્ય યાત્રા માટે ગુજરાત રાજ્ય ઘણું સરસ છે. નાના ભુલકાંઓથી લઈને જુવાન અને વૃદ્ધોને પણ મજા મળે તેવા જોવાલાયક સ્થળો અહીં રહેલા છે.

આમ તો ગુજરાતભરમાં અનેક નાના મોટા જોવા લાયક સ્થળો ઉપલબ્ધ છે. લાંબા ગાળાનો સમય કાઢીને તમે આ બધી જગ્યાઓની મુલાકાત લઇ શકો છો.

(1) સોમનાથ મહાદેવ મંદિર

ગુજરાતના વેરાવળ શહેરની નજીક સ્થિત સોમનાથ મંદિર દરિયા કિનારા પાસે આવેલું છે. દર વર્ષે ઘણા બધા શ્રદ્ધાળુઓ આ સ્થળે દર્શન કરવા માટે આવે છે.

સોમનાથ મંદિરની સુંદરતા આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. અહીંનું ભક્તિમય વાતાવરણ તમને માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે. મહાદેવના ભક્તો માટે આ એક ખાસ સ્થળ છે.

ભારતમાં સ્થિત મુખ્ય 12 જ્યોતિલિંગોમાંથી આ સહુ પ્રથમ જ્યોતિલિંગ છે. આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે 1026 ઈ.સ. માં કર્યું હતું.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(2) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

સમયની સાથે સાથે જંગલોનું પ્રમાણ ઓછું થતું રહ્યું છે, જેના લીધે સિંહોની સંખ્યા પણ ઘણી ઓછી થઇ ગયી છે. આ વાત ને ધ્યાનમાં રાખતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

એશિયાઈ સિંહ ગુજરાતના અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં જોવા મળે છે. આ જંગલ કુલ 1,412 ચોરસ કિલોમીટર સુધી પથરાયેલ છે. આ જંગલ એશિયાઈ સિંહોના અંતિમ સ્થાન તરીકે પણ જાણીતું છે.

વર્ષ 1965 ના રોજ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી હતી. અહીં 300 થી વધુ પક્ષી પ્રજાતિઓ, પ્રાણીઓ તથા જાત ભાતની વનસ્પતિઓ જોવા મળે છે.

અહીં જવા માટે વન્ય વિભાગ પાસેથી પરવાનગી મેળવવી પડે છે. તથા સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી જ ગાઈડ સાથે અંદર પ્રવેશ મેળવી શકાય છે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • દીવ એરપોર્ટ થી 90 કિલોમીટર દૂર આ સ્થાન આવેલ છે.
  • બસ અને ટેક્ષીની સેવા દ્વારા અહીં પહોંચી શકાય છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(3) રણ ઓફ કચ્છ

રણ ઓફ કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. દર વર્ષે અહીં પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન રણોત્સવ યોજવામાં આવે છે. જેની મુલાકાત દુનિયાભરના લોકો લે છે.

ગુજરાતની સંસ્કૃતિ નિહાળવા માટે લોકો અહીંના ગામડાઓમાં પણ હોમ સ્ટે કરે છે. રણ ઓફ કચ્છ તેની અનોખી પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક વૈવિધ્ય માટે જાણીતું છે. તે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

અહીં વિશ્વનું સહુથી મોટું મીઠાનું રણ છે. રણની ફરતે ‘બેટ’ તરીકે ઓળખાતા નાના ટાપુઓ પણ છે. વિવિધ જાતિઓ દ્વારા બનાવેલા કચ્છી ભરતકામની બાંધણી અહીંનું ખાસ આકર્ષણ છે.

કચ્છમાં તમે ઉંટ સવારી તથા જીપ સફારીનો આનંદ પણ માણી શકો છો. પૂર્ણિમાની રાત્રે રણમાં સવારી અને ટેન્ટ કરતા અહીં તમે અનોખો પ્રવાસન અનુભવ લઇ શકો છો.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • ભુજ એરપોર્ટ પરથી 80 કિલોમીટરની દુરી પર સ્થિત છે.
  • ભુજ રેલવે સ્ટેશનથી પણ અહીં સરળતાથી પહોંચી શકાય છે.
  • અમદાવાદ, રાજકોટથી બસ અને ખાનગી વાહનો દ્વારા અહીં જવાય છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે

(4) સાબરમતી આશ્રમ

ગુજરાતના અમદાવાદમાં સ્થિત સાબરમતી આશ્રમ પ્રવાસીઓનું ખાસ આકર્ષણ બનેલ છે. વર્ષ 1917માં ગાંધીજીએ આ આશ્રમની સ્થાપના કરી હતી. 1930 સુધી આ આશ્રમ ગાંધીજીનું મુખ્ય સ્થાન રહ્યું હતું.

ગાંધીજી તથા તેમના અનુયાયીઓ આ આશ્રમમાં વસવાટ કરતા હતા. દાંડીકૂચ યાત્રાનો આરંભ પણ અહીંથી થયો હતો. મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓનો સંગ્રહ અહીં જોવા મળે છે.

આજના સમયમાં અહીં બાળકો માટે ગાંધી અધ્યયન કેન્દ્ર તથા શૈક્ષણિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ગાંધી વિચાર પર અહીં પુસ્તકાલયનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આશ્રમની સ્વછતા અને શાંતિ તમને અદ્બુત અનુભૂતિ કરાવે તેવી છે. પણ અહીં તમારે ફોટોગ્રાફી કરવા માટે અલગથી પરમિશન લેવી પડે છે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • અમદાવાદ રેલવે સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર.
  • સ્થાનિક બસ, ઓટો રિક્ષા અથવા ટેક્સી દ્વારા પહોંચી શકાય છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(5) દ્વારકાઘીશનું મંદિર

ગોમતી નદી અને અરબ સાગરના તટ પર પ્રાચીન નગરી દ્વારકા સ્થિત છે. આપણા હિન્દૂ ધર્મના ચારધામમાંથી આ એક સ્થાન છે. જેને શ્રી કૃષ્ણની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર શ્રી કૃષ્ણએ અહીં આવીને વસવાટ કર્યો હતો. ભક્તિથી ભરેલી આ નગરીમાં અનેક આકર્ષણના સ્થળો રહેલા છે. અહીં સહુથી મોટું શ્રી કૃષ્ણનું મંદિર છે, જ્યાં ભક્તો રોજેરોજ ઉમટી પડે છે.

અહીં દરિયામાં બોટ દ્વારા બેટ દ્વારકા દ્રીપ પર પહોંચી શકાય છે. ઘણા સાહસિકો અહીં સ્કૂબા ડાઇવિંગનો મજા પણ લે છે. આ દરિયામાં વિવિધ પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવો જોવા મળે છે.

જન્માષ્ટમી અને શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પ્રકારનું આકર્ષણ જોવા મળે છે. દ્વારકાદિશના મંદિરથી થોડે દૂર રાની રુક્મણીનો મહેલ પણ આવેલ છે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • નજીકના એરપોર્ટ જામનગરથી દેવનાગરી દ્વારકા પહોંચી શકાય છે.
  • ટ્રેન દ્વારા દ્વારકામાં જવાની સુવિધા છે.
  • અમદાવાદ અને રાજકોટ થી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે.
  • ખાનગી વાહનો દ્વારા પણ અહીં જવાય છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(6) ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા જિલ્લાના સાધુ બેટ પર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર/597 ફૂટ) છે. 31 ઓક્ટોબર 2018ના રોજ આ સ્ટેચ્યુનું લોકાર્પણ થયું.

ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એકતાની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમાના નિર્માણ માટે 1,700 ટન પિત્તળ અને 1.8 લાખ ક્યુબિક મીટર કોંક્રીટનો ઉપયોગ થયો હતો.

દુનિયાભરના પર્યટકો માટે સરદાર પટેલની આ સહુથી ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રતિમાની અંદર સરદાર પટેલના જીવન પર આધારિત મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી પણ જોવા મળે છે.

અહીં વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે વિવિધ પ્રકારના ફૂલોનો બગીચો પણ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા નથી, પરંતુ એક સંપૂર્ણ પર્યટન સ્થળ છે જે ભારતની એકતા, ટેકનોલોજી અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • હવાઈ માર્ગે નજીકના વડોદરા એરપોર્ટ દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે.
  • કેવડિયા કોલોની સ્ટેશનના રેલ માર્ગથી જઈ શકાય છે.
  • ટેક્ષી, બસ કે અન્ય ખાનગી વાહનોથી ત્યાં પહોંચાય છે.
  • અહીં ઇલેકટ્રીક બસની સુવિધા પણ કરવામાં આવી છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(7) પવિત્ર અંબાજી મંદિર

માં દુર્ગા જેને અંબે મા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું અંબાજી મંદિર છે. આ ભારતના 51 શક્તિપીઠો માંથી મુખ્ય છે. જે માઉન્ટ આબુ પરથી થોડે જ દૂર આવેલ છે.

અંબાજી મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી પર્વતમાળાના ગભડા પર્વત પર સ્થિત છે. અહીં એવી માન્યતા પણ છે કે અહીંયા દેવી સતીના હૃદયનું પતન થયું હતું.

અહીંના મુખ્ય મંદિરને શિખરબદ્ધ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. મંદિરનો ગર્ભગૃહ ચોરસ આકારનો છે. તથા બહારની દીવાલો પર સુંદર નક્શીકામ છે.

અંબાજીમાં માતાની મૂર્તિ નથી, પરંતુ એક સાદો ત્રિકોણાકાર યંત્ર (શ્રીયંત્ર) છે. આ યંત્રને વિસ યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે ભાદરવા પૂનમે સહુથી મોટો મેળો ભરાય છે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • હવાઈ માર્ગ, બસ તથા રેલ માર્ગ દ્વારા અહીં પહોંચવાના રસ્તા છે.
  • આબુ રોડથી ટેક્સી કે બસ દ્વારા અંબાજી પહોંચી શકાય છે.
  • અંબાજી પહોંચ્યા પછી, મંદિર સુધી રિક્ષા કે ટેક્સી મળી રહે છે.
  • મંદિર સુધી ચાલીને પણ જઈ શકાય છે.
  • નવરાત્રિ અને ભાદરવા પૂનમ જેવા તહેવારો દરમિયાન ખાસ બસ સેવાઓ ઉપલબ્ધ હોય છે.
  • આ સમયે અગાઉથી બુકિંગ કરાવવું હિતાવહ છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(8) પાવાગઢ શક્તિપીઠ

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં સ્થિત પાવાગઢ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. પાવાગઢની ઊંચાઈ લગભગ 800 મીટર (2,600 ફૂટ) છે. આ પહાડને અરવલ્લી પર્વતમાળાનો છેલ્લો છેડો માનવામાં આવે છે.

આ મહાકાળીના મંદિર અને પાવાગઢ જિલ્લાને 13મી સદી દરમિયાન બાંધવામાં આવ્યા હતા. આ પહાડ પર તમે પ્રાકૃતિક સુંદરતા તથા ટ્રેકિંગ નો આનંદ પણ લઇ શકો છો.

પાવાગઢ અને ચાંપાનેર આર્કિયોલોજિકલ પાર્કનો ભાગ છે, જે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પાવાગઢ પર્વતની ટોચ પર મહાકાળી દેવીનું મંદિર સ્થિત છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

અહીં કડાણા ડેમ અને દુધિયા તળાવ પણ આવેલું છે. સાથે જ તળેટીથી ટોચ પર જવા માટે રોપ-વે ની સુવિધા પણ ઉપલબ્ધ છે. પાવાગઢમાં તમને અનેક ઐતિહાસિક ઇમારતો પણ જોવા મળશે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • હાલોલ પાવાગઢની સહુથી નજીકનું સ્ટેશન છે. રેલ્વેની મદદથી ત્યાં પહોંચવું શક્ય છે.
  • ટેક્ષી કે બસ સેવા દ્વારા અહીં જઈ શકાય છે.
  • પાવાગઢ પહોંચ્યા પછી તળેટીથી ઉપર સુધી જવા માટે રોપવે સેવા ઉપલબ્ધ છે.
  • પગપાળા ચાલીને પણ ઉપર જઈ શકાય છે, ત્યાં લગભગ 5 કિ.મી.નો ચઢાવ છે.
  • સ્થાનિક વાહનો જેવા કે જીપ કે મિની બસ પણ મળે છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

ગુજરાતના કુલ 250+ તાલુકાઓની યાદી

(9) સાપુતારા હિલ સ્ટેશન

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. તે ડાંગ જિલ્લામાં આવેલું છે. સમુદ્ર સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ સ્થિત છે.

વર્ષભર અહીં ઠંડી અને આનંદદાયક આબોહવા રહેતી હોય છે. ઉનાળામાં પણ સરેરાશ તાપમાન 28°C થી નીચે રહે છે. ચોમાસા દરમિયાન સાપુતારામાં ભરપૂર વરસાદ અને કુદરતી સૌંદર્ય જોવા મળતું હોય છે.

અહીંના સનસેટ પોઇન્ટ પર તમે સૂર્યાસ્તનું મનોહર દ્રશ્ય જોઈ શકો છો. સાપુતારામાં તમે રોપ વે, બોટિંગ, ટ્રેકિંગ, નેચરવોક, ઘોડેસવારી, સાયકલિંગ અને ટેન્ટમાં રોકવાનો આનંદ લઇ શકો છો.

સાપુતારાના સ્થાનિક કલાકારો દ્વારા કૃતિઓનું પ્રદર્શન પણ અહીં યોજાય છે. રહેવા માટે અહીં ગુજરાત ટુરિઝમના ગેસ્ટ હાઉસ, ખાનગી રિસોર્ટ્સ અને હોટેલ્સ તથા ચોક્કસ સમય માટે ટેન્ટ સિટી પણ હોય છે.

મુખ્ય આકર્ષણો

કેવી રીતે પહોંચવું

  • અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન બીલીમોરા છે.
  • સુરત એરપોર્ટ થી સાપુતારા 164 કિ.મી. દૂર છે.
  • અહીંથી ખાનગી વાહન, બસ અથવા ટેક્સી દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

(10) લખપત કિલ્લો

કચ્છના લખપત શહેરમાં સ્થિત આ કિલ્લો ભારતભરમાં વિશેષ આકર્ષણરૂપ છે. કિલ્લાનું નામ લખપતજી જાડેજા (1741-1760) પરથી પડ્યું છે.

આ કિલ્લો લગભગ 7 કિ.મી.નો ઘેરાવો ધરાવે છે. તેની અંદર18 ફૂટ ઊંચી અને 30 ફૂટ પહોળી દીવાલો છે. કિલ્લામાં ચાર દરવાજા છે, જે મેઘનાદી, જાનાના, કાલીમાતા અને મા વાડી ના નામથી ઓળખાય છે.

આની આસપાસ નિનૈ મસ્જિદ, જૈન મસ્જિદ અને રાણીનો મહેલ આવેલ છે. અહીંથી પાકિસ્તાન સરહદથી માત્ર 25 કિ.મી. દૂર છે. એક સમયે આ સિંધ અને કચ્છ વચ્ચેના વ્યાપારનું કેન્દ્ર હતું.

અત્યારના સમયમાં આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક છે. અહીં આવીને કિલ્લાની સાથે કચ્છના રણ, કોટેશ્વર મહાદેવ મંદિર અને નારાયણ સરોવરની પણ મુલાકાત લઇ શકો છો.

મુખ્ય વિશેષણ

કેવી રીતે પહોંચવું

  • ભુજથી લખપત લગભગ 140 કિ.મી. દૂર છે.
  • અહીં ભુજ-નલિયા-નારાયણ સરોવર-કોટેશ્વર માર્ગે જઈ શકાય છે.
  • ભુજથી કાર કે જીપ ભાડે લઈ જઈ શકાય છે.
  • ભુજ રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાય છે.
  • ત્યાંથી આગળની મુસાફરી રસ્તા માર્ગે કરવી પડશે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

ઉપરોક્ત સ્થળો સિવાય પણ ગુજરાતમાં અનેક ફરવાલાયક જગ્યાઓ છે. જેથી તમે અહીંની મુલાકાત લો છો, તો સંપૂર્ણ આનંદ માણી શકો છો.

મહત્વના પ્રશ્નો (FAQ)

ભારત વર્ષનો એક અનોખો ઇતિહાસ રહેલો છે. તેમાં પણ ગુજરાત હમેશાથી એક સમૃદ્ધ રાજ્ય રહેલું છે. તેથી અહીં અનેક ફરવાલાયક સ્થળો પણ છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.

(1) ગુજરાત રાજ્યમાં જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે?

ગુજરાતમાં અનેક પૌરાણિક અને નવા જોવા લાયક સ્થળો છે. જેવી રીતે કે સોમનાથ મહાદેવ, સરદાર પટેલની પ્રતિભા, સાસણગીર, સાબરમતી આશ્રમ વગેરે.

(2) ઉનાળા દરમિયાન ક્યાં સ્થળે પ્રવાસ કરવો યોગ્ય છે?

ઉનાળા દરમિયાન તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ વગેરે જેવી જગ્યાઓ પર જઈ શકો છો.

(3) ગુજરાતનું પ્રાચીન અને જોવાલાયક નગર ક્યુ છે?

ગુજરાતમાં આવેલ લોથલને સહુથી પ્રાચીન નગર ગણવામાં આવે છે. આ સિવાય અમદાવાદને પણ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે.

(4) હાલમાં ગુજરાતનું ક્યુ પ્રવાસન સ્થળ લોકપ્રિય છે?

વર્તમાન સમયમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વ્હાઇટ રણ ઓફ કચ્છ વેગેર જેવા પ્રવાસન સ્થળો લોકપ્રિય છે.

(5) ગુજરાતનું સહુથી સુંદર શહેર ક્યુ છે?

હાલની માહિતી મુજબ ગુજરાત રાજ્યનું સહુથી સુંદર શહેર ગાંધીનગર છે. જે અહીંનું પાટનગર પણ ગણાય છે.

ગુજરાતના ટોપ 10 જોવાલાયક સ્થળોની માહિતી પસંદ આવી હોય તો, અન્ય લોકો સુધી પણ આ પોસ્ટ પહોંચાડવા વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Top
Logo