આપણા રોજિંદા આહારમાં શાકભાજીનું એક મહત્વનું સ્થાન છે. ભારતીય રસોઈ ઘરોમાં અનેક પ્રકારની વાનગીઓમાં શાકભાજીનો ઉપયોગ થતો હોય છે.
અનેક લોકો આપણને સલાહ આપતા હોય છે કે ઘરમાં બનેલા શાકભાજી ખાવા જોઈએ. આની પાછળનું કારણ એ છે કે દરેક શાકભાજીની અંદર શરીર સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા પોષક તત્વોની પુષ્કળ માત્રા રહેલી હોય છે.
જેથી રોજબરોજ શાકભાજીનું સેવન કરવાથી આપણું આરોગ્ય સારુ રહે છે. પ્રતિદિન ઉપયોગમાં લેવાતા દરેક શાકભાજીને અંગ્રેજીમાં શું કહેવાય તેની જાણકારી બધા પાસે ઉપલબ્ધ હોતી નથી.
જેથી આજની આ રસપ્રદ પોસ્ટમાં અમે કુલ 50 કરતા પણ વધુ શાકભાજીઓના નામ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં દર્શાવેલા છે. આનાથી આપણા જ્ઞાન અને શબ્દભંડોળમાં પણ વધારો થઇ શકે છે.
55+ શાકભાજીના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
ભારતીય લોકો ખાવાના ઘણા શોખીન હોય છે, તેઓ શાકભાજીઓ દ્વારા અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનું નિર્માણ કરે છે. આવી જ શાકભાજીના ગુજરાતી અને અંગ્રેજી નામોની માહિતી આ પ્રમાણે છે.
અંગ્રેજી | ગુજરાતી |
Potato | બટાકા (Bataka) |
Tomato | ટમેટા (Tameta) |
Onion | ડુંગળી (Dungali) |
Garlic | લસણ (Lasan) |
Carrot | ગાજર (Gajar) |
Cucumber | કાકડી (Kakadi) |
Spinach | પાલક (Palak) |
Cabbage | કોબીજ (Kobi) |
Cauliflower | ફૂલકોબી (Fulkobi) |
Eggplant | રીંગણ (Ringan) |
Bell Pepper | શિમલા મરચું (Shimla Marchu) |
Green Beans | લીલા વટાણા (Lila Vatana) |
Peas | વટાણા (Vatana) |
Okra | ભીંડા (Bhinda) |
Bitter Gourd | કારેલા (Karela) |
Bottle Gourd | દૂધી (Dudhi) |
Pumpkin | કોળું (Kolu) |
Radish | મૂળો (Mulo) |
Beetroot | બીટ (Beet) |
Turnip | શલગમ (Shalgam) |
Ginger | આદુ (Aadu) |
Green Chili | લીલા મરચા (Lila Marcha) |
Coriander Leaves | કોથમીર (Kothmir) |
Mint Leaves | ફૂદીનો (Fudino) |
Fenugreek Leaves | મેથી (Methi) |
Mustard Leaves | રાઈનું શાક (Rai nu Shak) |
Curry Leaves | લીમડાના પાન (Limda na Pan) |
Ridge Gourd | તુરીયા (Turiya) |
Snake Gourd | પડવલ (Padval) |
Ivy Gourd | ગિલોડા (Giloda) |
Drumstick | સરગવો (Saragavo) |
Cluster Beans | ગુવાર (Guvar) |
Broad Beans | પાપડી (Papdi) |
Yam | સૂરણ (Suran) |
Sweet Potato | શક્કરિયા (Shakkariya) |
Taro Root | અરબી (Arbi) |
Plantain | કેળાની લુંગડી (Kela ni Lungdi) |
Broccoli | બ્રોકોલી (Brokoli) |
Zucchini | ઝુકીની (Zukini) |
Asparagus | શતાવરી (Shatavari) |
Artichoke | આર્ટિચોક (Artichok) |
Mushroom | મશરૂમ (Mashroom) |
Celery | અજમોદ (Ajmod) |
Leek | લીક (Leek) |
Brussels Sprouts | બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ (Brussels Sprouts) |
Kohlrabi | કોલરાબી (Kolrabi) |
Parsnip | પાર્સનિપ (Parsnip) |
Watercress | જલકુંભી (Jalkumbhi) |
Endive | એન્ડાઇવ (Endive) |
Arugula | અરુગુલા (Arugula) |
Radicchio | રેડિચિયો (Radichio) |
Fennel | વરિયાળી (Variyali) |
Chard | ચાર્ડ (Chard) |
Kale | કેલ (Kale) |
Collard Greens | કોલાર્ડ ગ્રીન્સ (Collard Greens) |
લીલા શાકભાજીના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં
વિભિન્ન પ્રકારના દરેક શાકભાજીમાં જો કોઈ આપણા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં સહુથી વધારે મદદરૂપ હોય તો તે લીલા શાકભાજી છે.
અમુક દેશો તો એવા પણ છે જ્યાંના લોકોનો મુખ્ય ખોરાક શાકભાજી જ હોય છે. તો આવો જાણીએ આવા શ્રેષ્ઠ શાકભાજીઓના નામ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં.
અંગ્રેજી | ગુજરાતી |
Tomato | ટમેટા |
Potato | બટાટા |
Onion | ડુંગળી |
Carrot | ગાજર |
Spinach | પાલક |
Eggplant | રીંગણ |
Cucumber | કાકડી |
Cauliflower | ફૂલકોબી |
Okra | ભીંડા |
Peas | વટાણા |
સ્વાસ્થ્ય માટે લાભકારક શાકભાજીના નામ
આમ તો દરેક શાકભાજીમાં અનેક ગુણધર્મ રહેલા હોય છે. પરંતુ એમાંથી અમુક શાકભાજી એવા હોય છે, કે સેવન કરવાથી એક સાથે ઘણા બધા સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ થતા હોય છે.
આવા વેજિટેબલ્સને તમે પોતાના દૈનિક આહારમાં સલાડ રૂપે પણ લઇ શકો છો. અમે અહીં કોષ્ટક સ્વરૂપે સ્વાસ્થ્ય માટે લાભકારક શાકભાજીઓના નામ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં દર્શાવ્યા છે.
અંગ્રેજી | ગુજરાતી |
Spinach | પાલક (Palak) |
Broccoli | બ્રોકોલી (Brokoli) |
Carrot | ગાજર (Gajar) |
Tomato | ટમેટા (Tameta) |
Cucumber | કાકડી (Kakdi) |
Bell Pepper | શિમલા મરચું (Shimla Marchu) |
Cauliflower | ફૂલકોબી (Phoolkobi) |
Eggplant | રીંગણ (Ringan) |
Okra | ભીંડા (Bhinda) |
Green Beans | લીલા વટાણા (Lila Vatana) |
Peas | વટાણા (Vatana) |
Bitter Gourd | કારેલા (Karela) |
Bottle Gourd | દૂધી (Dudhi) |
Onion | ડુંગળી (Dungali) |
Garlic | લસણ (Lasan) |
શાકભાજી ખાવાથી થતા લાભ
પહેલાના સમયમાં માનવી ફળો, વનસ્પતિ, પાંદડાઓ, ડાળીઓ, મૂળ, ફૂલો, વેલ વેગેરે ખાઈને જીવિત રહેતો હતો. સમયની સાથે આમાંથી શાકભાજી ખાવાનું શરૂ થયું.
તાજા અને લીલા શાકભાજી દરેક લોકોના સ્વાસ્થ્યને અનુરૂપ હોય છે. આવા અનેક શાકભાજીના ફાયદાઓની સંપૂર્ણ જાણકારી અહીં વિગતે દર્શાવેલી છે.
(1) પાલક
- વિટામિન સી થી ભરપૂર પાલક એક ઉત્તમ શાકભાજી છે જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને મટાડે છે.
- આમાં રહેલા એંટી ઈફ્લેમેટરી ગુણ ગઠિયા અને માઈગ્રેન જેવી બીમારીઓમાં રાહત આપે છે.
- આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પાલકનું સેવન ગુણકારી ગણાય છે.
- જે લોકોને આયરનની ઉણપ હોય તેઓએ દૈનિક આહારમાં પાલકને સમાવિષ્ટ કરવી જોઈએ.
- હાર્મોનલ અસંતુલન હોય તો પાલક ખાવાથી તેમાં સુધારો થાય છે.
(2) કારેલા
- સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક હોય છે, જેમાં વિવિધ પોષક ગુણો રહેલા હોય છે.
- શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા હોય તો કારેલા ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું અને ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે.
- હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે નિયમિત રૂપે કારેલાનું સેવન કરવું જોઈએ.
- જેમને પથરીની સમસ્યા હોય તેઓ માટે કારેલા વરદાન રૂપ ગણાય છે.
- મધુ પ્રમેહના દર્દીઓને તબીબો રોજ કારેલાનો રસ પીવાની સલાહ આપે છે.
(3) ગાજર
- અનેક પ્રકારના વિટામિન્સથી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
- ગાજરની અંદર ફાઈબરની અઢળક માત્રા હોય છે જે સંક્ર્મણ થતા અટકાવે છે.
- શરીરમાં ઠંડક મેળવવા માટે લોકો ગાજર તથા તેનો રસ પિતા હોય છે.
- ગાજરમાં રહેલા પૌષ્ટિક તત્વો દ્વારા અનેક સૌંદર્ય સમસ્યાઓનો ઉપાય કરી શકાય છે.
- બાળકોને સલાડ રૂપે ગાજર ખવડાવવાથી તેમની માનસિક શક્તિ સારી થાય છે.
(4) કાકડી
- મોટાભાગના લોકો સલાડના રૂપે કાકડીનો ઉપયોગ ખાવા માટે કરતા હોય છે.
- કાકડી અનેક પ્રકારના પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
- આમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક ગુણોનો ખજાનો રહેલ છે.
- ઉનાળાના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે કાકડીનું સેવન કરવું ઉત્તમ છે.
- જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેઓ નિયમિત રૂપે કાકડી ખાઈ શકે છે.
(5) ટામેટા
- ગુણકારી ટામેટા એ એક એવું શાકભાજી છે કે જેનો ઉપયોગ મોટે ભાગે બધા જ શાકમાં થાય છે.
- સાથે જ ટામેટાનું સલાડમાં પણ એક ઉચ્ચ અને મુખ્ય સ્થાન હોય છે.
- માંસપેશિયોને મજબૂત બનાવવા માટે નિયમિત આનું સેવન કરવું લાભકારી છે.
- લોહીની ઉણપ સામે ઝઝૂમી રહેલા લોકો માટે ટામેટા બહુ જ ઉત્તમ શાકભાજી છે.
- હૃદય સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ટામેટા તથા તેનો રસ પીવો જોઈએ.
(6) ભીંડા
- વિવિધ શાકભાજીમાં સહુથી વધારે લોકોને ભીંડા અત્યંત સ્વાદિષ્ટ લાગતા હોય છે.
- ભીંડા ફક્ત સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક ગણાય છે.
- આમાં વિટામિન કે અને કેલ્શિયમની સારી એવી માત્રા હોય છે, જેથી હાડકાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
- પાચન ક્રિયાને સુરૂપ અને સુયોગ્ય બનાવવા માટે ભીંડાનું શાક ખાવું જોઈએ.
- સમયાંતરે ભીંડાનું સેવન કરવાથી હૃદય સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઘટે છે.
(7) વટાણા
- કોઈ પણ શાક અથવા વઘારેલી ખીચડી બનાવવા માટે વટાણાનો ઉપયોગ થતો હોય છે.
- આવા વટાણાને ડાયરેક્ટ અથવા તો શાકમાં નાખીને ખાઈ શકાતા હોય છે.
- ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માંગતા હોય તો વટાણા તમારા માટે લાભદાયક છે.
- વટાણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોટેશિયમ, ફાઇબર, વિટામીન સી અને ફોલેટ મળી રહે છે.
- વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
સવાલ જવાબ (FAQ)
આપણા દૈનિક ભારતીય આહારમાં લેવામાં આવતા શાકભાજી અને તેના નામોને લઈને લોકોમાં અનેક સવાલો છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબો અહીં આપેલા છે.
(1) શિમલા મરચાને અંગ્રેજી ભાષામાં શું કહેવાય છે?
શિમલા મિર્ચને ઇંગ્લિશમાં બેલ પેપર (Bell Pepper) ના નામથી ઓળખવામાં આવે છે.
(2) કયા લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે?
નીચે લિસ્ટ અનુસાર દર્શાવેલા લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા હોય છે.
- પાલક
- મેથી
- કોથમીર
- કરેલા
- ચોળી
- દૂધી
- કાકડી
- વટાણા
- તુરીયા
(3) ડુંગળી અને લસણને અંગ્રેજી અનુસાર ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
શાક બનાવવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા લસણને ગાર્લિક (Garlic) અને ડુંગળીને (Onion) કહેવામાં આવે છે.
(4) ગુજરાતમાં સહુથી વધારે ખવાતું શાકભાજી કયું છે?
આપણા ગુજરાતનું સહુથી લોકપ્રિય શાકભાજી રીંગણ (Eggplant) અને બટાટા (potato) છે, જેને ગુજરાતમાં સહુથી વધારે પ્રમાણમાં ખવાય છે.
(5) બધા જ વેજિટેબલ્સનાં નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં આપો?
તમામ શાકભાજીના અંગ્રેજી અને ગુજરાતી નામોની લિસ્ટ ઉપર આપેલ કોષ્ટક પરથી તમે જાણી શકો છો.
આશા કરું છુ શાકભાજીના ગુજરાતી અને ઇંગ્લિશ નામો અંગેની પૂર્ણ માહિતી સારી રીતે આપી શકી છુ. તો મળીએ હવે નવી પોસ્ટમાં નવી જાણકારી સાથે, ત્યાં સુધી ટેક કેયર મિત્રો.