100+ ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં | All Fruits Name In Gujarati

100+ ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં | All Fruits Name In Gujarati

હમેશા આપણને સલાહ આપવામાં આવે છે કે સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરવું જોઈએ. બધા જ પ્રકારના આહારમાં ફળોનું સ્થાન ઉચ્ચ ગણાય છે. કારણ કે તેમાં પોષક ગુણોની અનેક માત્રા હોય છે.

અહીંની માર્કેટમાં અનેક પ્રકારના ફળો મળતા હોય છે, એમાના કેટલાકનું તો નામ પણ આપણને ખબર હોતું નથી. તેથી અમે દરેક ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં દર્શાવ્યા છે.

ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં

ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં

જે લોકો અંગ્રેજી ભાષા શીખી રહ્યા હોય તેવા બાળકો કે યુવાઓ અહીં પ્રસ્તુત કરેલ કોષ્ટક દ્વારા ઘણી સરળતાથી ફળોના નામ વિશેની જાણકારી લઇ શકતા હોય છે.

લોકપ્રિય ફળોના નામ ઇંગ્લિશ અને ગુજરાતીમાં

સ્વાદમાં ઉત્તમ ફળો સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી ગણાય છે. જેમાંથી અનેક ફળોને આપણે ઘણી વાર ખાતા હોઈએ છીએ. આવા જ લોકપ્રિય ફળોના નામ અહીં ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે.

ફળો ખાવાથી થતા લાભ

ફળો ખાવાથી થતા લાભ

મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાંતો પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે લોકોને ફળો ખાવાના સૂચનો પાઠવતા હોય છે. તો આવો જાણીએ ફળો ખાવાના કારણે ક્યા કયા લાભ મેળવી શકાય છે.

(1) હૃદય સ્વાસ્થ્ય સારું રહે છે

જે લોકોને હૃદય સંબંધી બીમારીઓ હોય તેવા લોકો માટે ફળો ખાવા અત્યંત લાભકારક છે. ફળોમાં રહેલ વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષ્ટીક ગુણો હૃદય સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે ઉત્તમ છે.

(2) પાચન ક્રિયાને બનાવે શાનદાર

ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેઓની પાચન પ્રક્રિયા સરખી રીતે કાર્ય કરી શકતી નથી. આ સમસ્યાના સમાધાન માટે તમે મીઠા તથા ખાટા ફળોને સેવનમાં લઇ શકો છો, જેથી પાચન ક્રિયામાં સુધારો થાય.

(3) માનસિક તણાવને કરે દૂર

અત્યારના આધુનિક જમાનામાં અનેક લોકો માનસિક તણાવની સામે ઝઝૂમી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આવા લોકોને મનોવિજ્ઞાનીકો તાજા ફળો ખાવાની સલાહ આપે છે. જેથી તેઓને તાજગી તથા પ્રફુલ્લિતતાનો અનુભવ થાય.

(4) ત્વચા માટે ગુણકારી

સુંદર તથા એક સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે લોકો અનેકગણા પૈસા ખર્ચ કરે છે. પરંતુ ઘરે બેઠા જ તમે એક અત્યંત આકર્ષક અને સુંદર ત્વચા મેળવવા માટે ફળોનું સેવન કરી શકો છો.

(5) વજન ઘટાડવામાં મદદગાર

અત્યારના સમયમાં અનેક લોકો જાડાપણાનો શિકાર બનતા હોય છે. વજન ઓછું કરવા માટે પણ ઘણા ઉપાયો કરતા હોય છે. આવા સમયે આહારમાં ફળોનું સેવન કરવું જોઈએ જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

ફળો વિશે જાણકારી

સામાન્ય રીતે આપણને નાનપણથી જ ફળો વિશેની માહિતી મળી જતી હોય છે. તેથી તેના ગુણધર્મો અંગેનો ખ્યાલ તો મનમાં હોય છે જ. તો આવો જાણીએ કયા ફળના સેવનથી શું ફાયદાઓ મળતા હોય છે તેની સંપૂર્ણ જાણકારી.

(1) સફરજન

  • સફરજન વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
  • તેમાં રહેલા ફાઇબર અને પેક્ટિન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે.
  • નિયમિત સફરજન ખાવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
  • સફરજનમાં રહેલા કુદરતી શર્કરા અને કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે.
  • તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવામાં મદદ કરે છે.

(2) કેળા

  • કેળા માનસિક રીતે બીમાર વ્યક્તિઓ માટે ઘણા લાભકારક સાબિત થયા છે.
  • વજન વધારવા માંગતા હોય એ લોકો દરરોજ સવારે કેળાનું સેવન કરી શકે છે.
  • શુષ્ક ત્વચા ધરાવતી વ્યક્તિઓમાં કેળા ખાવાથી ત્વચામા ચમક આવે છે.
  • પ્રાકૃતિક શર્કરાથી ભરપૂર કેળાના સેવનથી શુગર લેવલ નિયંત્રણમાં રહેતું હોય છે.
  • ત્વરિત ઉર્જા મેળવવા માટે ઘણા લોકો કેળા ખાતા હોય છે.

(3) તરબૂચ

  • મોટાભાગે ગરમીની ઋતુમાં ખવાતું આ ફળ અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.
  • જે લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તેવા લોકો માટે આ ફળ ખાવું ઘણું ઉત્તમ ગણાય છે.
  • આમાં પોટેશિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
  • તડબૂચ વિટામિન સી નું એક ઉત્તમ સ્ત્રોત છે જેના સેવનથી સુંદરતામાં વધારો થાય છે.
  • નિયમિત રૂપે તડબૂચના રસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકાય છે.

(4) કેરી

  • અન્ય ફળોની તુલનામાં કેરી લોકોને વધારે આકર્ષતી હોય છે કારણ કે આ બહુ જ સ્વાદિષ્ટ હોય છે.
  • સ્વાદની સાથે સાથે લોકોને આમાંથી અનેક પ્રકારના સ્વાસ્થ્યકીય ફાયદાઓ પણ મળી રહેતા હોય છે.
  • વિટામિન ઈ થી ભરપૂર કેરી રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે ઉપયોગી ગણાય છે.
  • કાચી અને પાકી બંને પ્રકારની કેરીઓ સ્વાસ્થ્ય માટે સારી હોય છે.
  • કેરીની સાથે સાથે તેનો રસ પણ આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે.

(5) નારંગી

  • વિટામિન સી ના એક ઉત્તમ સ્ત્રોત તરીકે જાણીતી નારંગી સ્વાસ્થ્ય અને સૌંદર્યલક્ષી બંને પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે.
  • આમાં ફાયબર, ફોલેટ, વિટામિન બી1, કોપર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોની વધારે માત્રા હોય છે.
  • ચેપી કે સીઝનલ બીમારીથી બચવા માટે તમે નારંગીનો રસ પી શકો છો.
  • શરદી કે ઉધરસની સમસ્યા માટે નારંગી ખાવી એક ઉપચાર સમાન સાબિત થાય છે.
  • નારંગીમાં રહેલું ફાઈબર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

સવાલ જવાબ (FAQ)

ફળો તથા તેમના અંગ્રેજી અને ગુજરાતી નામોને લઈને લોકોમાં અનેક સવાલો હોય છે. જેમાંથી મુખ્ય પ્રશ્નોના ઉત્તર અમે અહી રજૂ કરેલા છે.

(1) 100 ફળોના નામ ઇંગલિશ અને ગુજરાતીમાં જણાવો?

આ અંગેની સંપૂર્ણ માહિતી તમે ઉપરોક્ત ટેબલમાં જોઈએ શકો છો. જેમાં બધા જ ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં જણાવેલ છે.

(2) સીતાફળ ને ઇંગ્લિશ માં શું કહેવાય છે?

સીતાફળને ઇંગ્લિશમાં Custard Apple (કસ્ટર્ડ એપલ)

(3) Date palm meaning in gujarati સમજાવો?

Date palm એટલે તેને ગુજરાતીમાં ખજૂર કહેવાય છે.

(4) ગુજરાતીમાં 10 ફળોના નામ આપો?

  • કેરી
  • કેળા
  • જાંબુ
  • અનાનસ
  • સફરજન
  • નારંગી
  • તરબૂચ
  • ચીકુ
  • દાડમ
  • આંબળા

(5) આપણા ગુજરાતમાં સહુથી લોકપ્રિય ફળ કયું છે?

ગુજરાતમાં સહુથી વધુ લોકપ્રિય ફળ કેરી, કેળા અને સફરજન છે. જેની માંગ અહીં ઘણી વધારે માત્રામાં જોવા મળે છે.

આશા કરુ છું દરેક ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાંની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પણ આને જરૂર પહોંચાડો.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Top
Logo