50+ પક્ષીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં | Birds Name List

50+ પક્ષીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં | Birds Name List

દુનિયાભરમાં અનેક પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળતી હોય છે. જેમાના કેટલાક પક્ષીઓને આપણે ઓળખીએ છીએ, અને અમુક પંખીડાઓ અંગેની માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોતી નથી.

રંગબેરંગી અને નાના પક્ષીઓથી લઈને મોટા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓ માટે એક વિશેષ સ્થાન પણ હોય છે. નાનકાઓથી લઈને મોટેરાઓને પક્ષીઓ બહુ જ ગમતા હોય છે.

આપણે સવાર સવારમાં જાગીએ છીએ ત્યારે આસપાસ પક્ષીઓનો કલરવ સંભળાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ પક્ષીઓને દૂત માનવામાં આવતા હતા.

50+ પક્ષીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં

All birds name in gujarati

સામાન્ય રીતે આપણામાંના દરેક વ્યક્તિઓએ ક્યારેકને ક્યારેક પંખીઓ જોયા જ હોય છે. તો ચાલો જાણીએ આવા જ પક્ષીઓ વિશેના ગુજરાતી અને અંગ્રેજી નામોની યાદી.

નીચે દર્શાવેલા કોષ્ટકમાં દરેક પક્ષીઓના નામ પહેલા અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં દર્શાવેલા છે. જેથી બધાને આની જાણકારી અત્યંત સરળતા પૂર્વક મળી રહે.

પક્ષીઓના ગુજરાતી તથા અંગ્રેજી નામ

સમગ્ર વિશ્વમાં અમુક પક્ષીઓ એવા પણ છે જે ફક્ત ભારતમાં જ જોવા મળે છે. આવા પક્ષીઓને જોવા લોકો ઘણી વાર દેશ વિદેશથી પણ અહીં પ્રવાસી રૂપે આવતા હોય છે.

તેથી ફક્ત આપણી ધરતી પર જોવા મળતા તમામ પક્ષીઓના ગુજરાતી તથા અંગ્રેજી નામની માહિતી અહીં કોષ્ટક સ્વરૂપે દર્શાવેલી છે.

વિદેશી પક્ષીઓના ગુજરાતી તથા અંગ્રેજી નામ

Videshi birds name

સામાન્ય રીતે આપણી આસપાસ ઝાડ પર વસવાટ કરતા પક્ષીઓને તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ . પરંતુ અમુક પક્ષીઓને આપણે ક્યારેય જોયા હોતા નથી, આવા પંખીઓ મુખ્ય રીતે અન્ય દેશમાં વસવાટ કરતા હોય છે.

તો આવો જાણીએ અમુક આવા જ વિદેશી સુંદર પક્ષીઓ વિશેના નામોની પુરી જાણકારી. અહીં અમે વિદેશી પક્ષીઓના ગુજરાતી તથા ઇંગ્લિશ બંને પ્રકારના નામો આપેલ છે.

મુખ્ય પક્ષીઓ વિશેની જાણકારી

સજીવ સૃષ્ટિમાં પક્ષીઓનું પણ એક મહત્વનું સ્થાન છે. ભારતીય તથા વિદેશી અનેક પ્રકારના પક્ષીઓમાં ઘણી વિભિન્નતા રહેલી હોય છે. તેથી પક્ષી જગત હમેશા થી એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.

પાંખો ધરાવતા આ અદભુત પક્ષીઓ વિશેની તમામ જાણકારી અમે નીચે દર્શાવેલ છે. જેમાં મુખ્યત્વે આપણી આસપાસના જગતમાં જોવા મળતા પક્ષીઓ વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

(1) ચકલી

  • ચકલી એક નાનકડું અને સુંદર પક્ષી હોય છે, જે હલકા ભૂરા અને સફેદ રંગમાં જોવા મળે છે.
  • આ પક્ષીની ચાંચ નાની અને અણીદાર હોય છે, જેમાંથી તે ખોરાકનું ગ્રહણ કરી શકે છે.
  • 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ પણ દર વર્ષે મનાવવામાં આવે છે.
  • ચકલીઓની ખાસિયત એ હોય છે કે તેઓ માળા વગર ક્યારેય પણ ઈંડા મૂકતી નથી.
  • આપણા ભારતમાં ચકલીની વિવિધ પ્રજાતિઓ પણ જોવા મળતી હોય છે.

(2) કબૂતર

  • એક નિર્દોષ અને શાંતિપ્રિય પક્ષી તરીકે આપણે કબૂતરને જોઈએ છે.
  • મોટાભાગના ભારતીય કબુતરો રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં જોવા મળે છે.
  • કબુતરના મોઢાના સ્થાન પર એક નાનકડી તથા અણીયાળી ચાંચ હોય છે.
  • કબુતરો હોલા કુળના પંખી છે, વિશ્વભરમાં કબૂતરની 300 થી વધુ જાતિઓ જોવા મળે છે.
  • એવું પણ માનવામાં આવે છે કે કબૂતર માનવીઓના વ્યવહાર સાથે હળી મળી ગયું છે.

(3) કાગડો

  • કાગડો એ સામાન્ય રીતે પુરા જગતમાં બધા જ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે.
  • કાગડાને લોકો વિચક્ષણ અને ચાલાક પક્ષી તરીકે ઓળખતા હોય છે.
  • આ એક માંસાહારી પક્ષી છે એટલે મરેલા ઉંદર, દેડકા, નાની જીવાતો, સાપોલીયા વગેરે ખાય છે.
  • ભારતીય શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે કાગડો કોઈ પણ ઘટનાની અગાઉથી માહિતી આપતો હોય છે.
  • ગુજરાતની અનેક બાળ વાર્તાઓમાં કાગડાને એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલું છે.

(4) કોયલ

  • પોતાના મધુર અવાજના કારણે જાણીતી કોયલ એક લોકપ્રિય પક્ષી છે.
  • કોયલ એક સર્વ ભક્ષી જીવ છે, જે તમામ જીવ, જંતુ અને ઈયળોનું સેવન કરતી હોય છે.
  • પુખ્ત કોયલ ફળ તથા ક્યારેક નાના ઈંડાઓ પણ ખાતી હોય છે.
  • આ કદમાં કાગડા કરતાં સહેજ નાનું, પાતળા બાંધાનું અને લાંબી પૂંછડી ધરાવતું પક્ષી છે.
  • કોયલ પોતાનો માળો બાંધતી નથી તે હમેશા કાગડાના માળા પર ઈંડા મૂકે છે.

(5) મોર

  • અલૌકિક સુંદરતાથી ભરપૂર મોરને એક રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે.
  • મોરના રંગબેરંગી પીંછા તથા તેના સૌંદર્યને જોવા લોકો દેશ વિદેશથી અહીં આવે છે.
  • મોટાભાગે વર્ષ ઋતુમાં કળા કરતો મોર સહુનું ધ્યાન આકર્ષિત કરતો હોય છે.
  • આમનો પ્રિય ખોરાક લીલોતરીનો છે, સામાન્ય રીતે મોર જંગલમાં વસવાટ કરે છે.
  • આ ઉપરાંત તેના ખોરાકમાં દાણા, મરચાં, ઉપરાંત ગરોળી, જીવાતો અને સાપોલિયાંનો સમાવેશ થાય છે.

(6) ઘુવડ

  • ઘુવડ એક નિશાચર એટલે કે રાતમાં જાગતું રહેતું પક્ષી છે.
  • આ પક્ષીની આંખો એવી રીતે બનેલી હોય છે કે તેને રાતમાં પણ તે જોઈ શકતું હોય છે.
  • રાતના પક્ષી તરીકે જાણીતું ઘુવડ જોખમી ઉંદર, ઘૂસ અને કીટકનું ભક્ષણ કરે છે.
  • ઘુવડ દિવસે બહુ ઓછું અને રાતમાં વધારે ફરતું પક્ષી છે.
  • ઘણા લોકો ઘુવડને અપશકુનિયાળ માનતા હોય છે, જયારે અનેક લોકો આને ડરામણું પણ કહે છે.

સવાલ જવાબ (FAQ)

અનેક જાતના પક્ષીઓ તથા તેમના ખોરાકને લઈને લોકોમાં ઘણા પ્રશ્નો હોય છે. આમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવેલા છે.

(1) વિશ્વનું સહુથી નાનું પક્ષી ક્યુ છે જેની જાણકારી આપો?

હમિંગબર્ડ જગતનું સૌથી નાનું પંખી છે. જેનો વજન 4 ઔંસ જેટલો હોય છે. આ પક્ષી રંગબેરંગી હોય છે જે એક હેલિકોપ્ટરની જેમ જ હવામાં સ્થિર રહી શકતું હોય છે.

(2) જગતનું સહુથી મોટું પક્ષી કયુ છે, શું તે ઉડી શકે છે?

વિશ્વનું સહુથી મોટું પક્ષી એ શાહમૃગ છે, પરંતુ તેનો વજન વધારે હોવાથી તે અન્ય પક્ષીઓની માફક ઉડી શકતું નથી.

(3) ગીધ નામના પક્ષીને અંગ્રેજી ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે?

ગીધ નામના મોટા પક્ષીને ઇંગ્લિશમાં Vulture ના નામે ઓળખવામાં આવે છે. જે મોટેભાગે પહાડી વિસ્તારમાં વસવાટ કરતું હોય છે.

(4) હાલમાં પૃથ્વી પર પક્ષીઓની કેટલી પ્રજાતિ જીવિત છે?

વર્તમાન પરિસ્થિતિ અનુસાર જોવા જઈએ તો પુરા વિશ્વમાં અત્યારે 10,400 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ ઉપલબ્ધ છે. અને એમાંથી કેટલીક પ્રજાતિઓ વિલુપ્ત થવાની આરે છે.

(5) સહુથી સુંદર પક્ષી કોને ગણવામાં આવે છે?

ભારતમાં મોર અને સફેદ હંસને સહુથી સુંદર પક્ષી ગણવામાં આવે છે. આ પક્ષીઓની સુંદરતા દરેકનું મન મોહી લે તેવી હોય છે.

આશા કરું છુ તમામ પક્ષીઓના ગુજરાતી અને અંગ્રેજી નામની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો આને અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply