ગુજરાતના 33 જિલ્લાના નામ અને માહિતી | Gujarat District List

ભારતના પશ્ચિમ કિનારે વસેલું ગુજરાત દેશનું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્યમાં કુલ 33 જેટલા જિલ્લાઓ છે. આ તમામ જિલ્લાઓને કુલ 3 વિભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે.

જેવી રીતે કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય (મધ્ય) ભાગના જિલ્લાઓ. આ બધા જિલ્લાઓની અંદર કેટલાક તાલુકાઓ અને ઘણા બધા નાના-મોટા ગામડાઓ પણ આવેલા છે.

કેટલાક લોકો સામાન્ય જ્ઞાન માટે તથા પરીક્ષાઓ માટે જાણવા માંગતા હોય છે કે, ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા છે? તો આ પોસ્ટ માં તમને બધા જિલ્લાઓના નામ તથા તેમના વિશેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી જશે.

ગુજરાતના 33 જિલ્લાના નામ અને મુખ્ય શહેરો

સમૃદ્ધ ઈતિહાસિક વારસો ધરાવતા ગુજરાતમાં પહેલા ઘણા જિલ્લાઓ હતા. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર વિભાજન થતા આમાં બદલાવ કરવામાં આવ્યો.

હાલની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે, જેમાં કુલ 249 જેટલા તાલુકાઓ અને એક અંદાજ પ્રમાણે કુલ 18,000 થી પણ વધુ ગામડાઓ છે.

અહીં ગુજરાતના તમામ જિલ્લાઓ અને તેમના મુખ્ય શહેરોની નામાવલી ક્રમાનુસાર ટેબલમાં આપેલ છે:

ગુજરાતના તમામ જિલ્લાઓની સ્થાપના

મહા-ગુજરાત આંદોલન બાદ 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી. ત્યારના સહુપ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા અને તેમના સાથીઓએ મળીને ગુજરાતના તમામ જિલ્લાઓની સ્થાપના કરી હતી.

ગુજરાતની સ્થાપના સમયે તેમાં કુલ 17 જેટલા પ્રારંભિક જિલ્લાઓ હતા. ત્યારબાદ જરૂરિયાત અને લોક માંગના આધારે અનેક જિલ્લાઓને અલગ પાડવામાં આવ્યા.

ગુજરાતના તમામ જિલ્લાઓની જન સંખ્યા

એક અંદાજ પ્રમાણે અત્યારે ગુજરાતની વસ્તી કુલ 6 કરોડની આસપાસ છે. સમયની સાથે આ જન સંખ્યામાં અવારનવાર વધારો પણ નોંધાય છે.

વર્ષ 2011 માં અહીં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2020-21 માં કોવિડ ના કારણે વસ્તી ગણતરી કરવામાં આવી નહોતી.

ગુજરાતના જિલ્લાઓની જનસંખ્યા વિશે માહિતી આપતાં પહેલાં, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ આંકડા 2011ની વસ્તી ગણતરી પર આધારિત છે, જે ઉપલબ્ધ સૌથી તાજા સત્તાવાર આંકડા છે. વર્તમાન જનસંખ્યા આ કરતાં વધુ હોઈ શકે છે.

અહીં ગુજરાતના જિલ્લાઓની જનસંખ્યા (2011 મુજબ) આપેલી છે.

ગુજરાતના તમામ જિલ્લાઓનો વિસ્તાર

દેશનું વ્યાપારિક કેન્દ્ર ગણાતું ગુજરાત રાજ્ય ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 6% જેટલો હિસ્સો ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું સાતમું સહુથી મોટું રાજ્ય ગણાય છે.

અહીંનો દરિયાકિનારો લગભગ 1,600 કિલોમીટર લાંબો છે, જે ભારતમાં સૌથી લાંબો છે. ગુજરાત રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર આશરે 196,024 ચોરસ કિલોમીટર છે.

ગુજરાત 33 જિલ્લાઓમાં વહેંચાયેલું છે, જેમાંથી કચ્છ સૌથી મોટો જિલ્લો છે. આ રાજ્યનો સહુથી નાનો જિલ્લો ડાંગ છે. જે પોતાની પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલો છે.

અહીં ગુજરાતના જિલ્લાઓનો વિસ્તાર (ચોરસ કિલોમીટરમાં) ક્રમાનુસાર આપેલો છે.

ગુજરાતના જિલ્લાઓના મુખ્ય 4 વિભાગ

ગુજરાતના બધા જિલ્લાઓ અને તેની માહિતી જાણ્યા બાદ એ પણ જાણવું જરૂરી છે, કે ગુજરાતના ક્યા જિલ્લાઓને ક્યા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે

  • ઉત્તર ગુજરાતના જિલ્લાઓ
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ
  • મધ્ય ગુજરાતના જિલ્લાઓ
  • પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ

અહીં અમે દિશાઓ અને વિભાજનના આધારે તમામ જિલ્લાઓના નામ આપેલા છે.

(1) ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

ઉત્તર ગુજરાતમાં કુલ 6 જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ સમાવિષ્ટ છે. અહીં અમે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોની માહિતી આપેલ છે.

(2) દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

મહારાષ્ટ્રની સરહદ પર વસેલા તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના છે. તેમાં મુખ્ય સુરત જિલ્લો છે, જેને ભારતભરના લોકો ડાયમંડ સિટી તરીકે પણ ઓળખે છે.

(3) મધ્ય ગુજરાતના જિલ્લાઓ

ગુજરાતની મોટાભાગની વસ્તી મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. અહીં ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ પણ શામિલ છે. મધ્ય ગુજરાતમાં સહુથી મોટી અમુલ ડેરી પણ આવેલી છે.

(4) પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ

પોતાનો વૈભવશાળી ઇતિહાસ ધરાવતું પશ્ચિમ ગુજરાત પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દેવભૂમિ દ્વારકા તથા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર પણ આવેલ છે.

ગુજરાતના તમામ જિલ્લાઓની ટૂંકી માહિતી

ગુજરાત, ભારતનું પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય, તેની સમૃદ્ધ સંસ્કૃતિ, આર્થિક વિકાસ અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે. રાજ્યના 33 જિલ્લાઓ તેની વિવિધતા અને વિકાસનું પ્રતિબિંબ પાડે છે. આવો, આ જિલ્લાઓની ઝલક જોઈએ:

  • અમદાવાદ: રાજ્યનું આર્થિક કેન્દ્ર અને સૌથી મોટું શહેર.
  • વડોદરા: શૈક્ષણિક હબ અને ઔદ્યોગિક કેન્દ્ર.
  • સુરત: હીરા ઉદ્યોગ અને કાપડ માટે પ્રખ્યાત.
  • રાજકોટ: સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર અને ઔદ્યોગિક કેન્દ્ર.
  • ભાવનગર: બંદર શહેર અને શિપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું.
  • જામનગર: તેલ શુદ્ધિકરણ અને બ્રાસ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ.
  • જૂનાગઢ: ગિર અભયારણ્ય અને એશિયાટિક સિંહોનું ઘર.
  • ગાંધીનગર: રાજ્યની રાજધાની અને વહીવટી કેન્દ્ર.
  • કચ્છ: ભારતનો સૌથી મોટો જિલ્લો, રણ ઓફ કચ્છ માટે પ્રસિદ્ધ.
  • મહેસાણા: દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ માટે જાણીતો.

આ ઉપરાંત, દરેક જિલ્લો પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે:

  • પોરબંદર: મહાત્મા ગાંધીનું જન્મસ્થળ.
  • સોમનાથ: પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મંદિર માટે.
  • પાટણ: રાણી ની વાવ, UNESCO વિશ્વ વારસા સ્થળ.
  • દાહોદ: આદિવાસી સંસ્કૃતિ અને વારસો.
  • નર્મદા: સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી.
  • વલસાડ: દરિયાકિનારાના રિસોર્ટ્સ માટે જાણીતો.

દરેક જિલ્લો ગુજરાતની સમૃદ્ધ વિરાસત, સંસ્કૃતિ અને આધુનિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ જિલ્લાઓની વિવિધતા રાજ્યને એક અનોખું સ્વરૂપ આપે છે, જે પ્રવાસીઓ, રોકાણકારો અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

ગુજરાત ફક્ત ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ તેની સાંસ્કૃતિક વિરાસત, ऐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ જાણીતું છે. દરેક જિલ્લો રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ગુજરાતને ભારતના અગ્રણી રાજ્યોમાંનું એક બનાવે છે.

મહત્વના પ્રશ્નો (FAQ)

ગુજરાતના તમામ જિલ્લાઓની જાણકારીને લઈને લોકોમાં અનેક પ્રશ્નો છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં આપેલા છે.

(1) ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે?

તદ્દન નવી માહિતી અનુસાર વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં કુલ 33 જેટલા જિલ્લા આવેલા છે.

(2) ગુજરાતમાં કુલ કેટલા તાલુકાઓ છે?

ભારતના પશ્ચિમ કાંઠે વસવાટ પામેલા આપણા ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 267 તાલુકાઓ છે.

(3) જિલ્લો એટલે શું? જિલ્લાના કાર્યો શું હોય છે?

અનેક તાલુકાઓના સમૂહને જિલ્લો કહેવામા આવે છે. વહીવટી સરળતા માટે જિલ્લાઓ કાર્યરત હોય છે.

(4) સૌરાષ્ટ્ર ના જિલ્લા કેટલા છે?

પુરાતન કાળમાં રજવાડાઓના રાજ્ય રહેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં અત્યારે કુલ 11 જેટલા જિલ્લાઓ છે.

(5) ગુજરાતનું પાટનગર ક્યુ છે?

ગુજરાતનું પાટનગર હાલમાં ગાંધીનગર છે. સાથે જ કાર્યકારી અને વ્યાપારિક પાટનગર અમદાવાદ ગણાય છે.

મિત્રો, પોસ્ટ પસંદ આવી હોય તો આ માહિતીને શેયર કરીને બધા લોકો સુધી પહોંચાડો.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Top
Logo