નવા જિલ્લાઓ પ્રમાણે ગુજરાતનો નકશો | Gujarat Map Images HD

નવા જિલ્લાઓ પ્રમાણે ગુજરાતનો નકશો | Gujarat Map Images HD

ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું એક વિશિષ્ટ રાજ્ય છે. જે તેની અનોખી સંસ્કૃતિ અને આર્થિક વિકાસ માટે જાણીતું છે. તેથી ક્યારેકને ક્યારેકને ગુજરાતનો નકશો જોવાની જરૂર પડતી હોય છે.

આપણા ગુજરાત રાજ્યમાં અનેક જોવાલાયક સ્થળો તથા જાતભાતની કારીગરી અને કલા જોવા મળે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં અહીં પ્રવાસીઓની ભીડ જમા થતી હોય છે.

અહીંની સરહદો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલી છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. સાથે જ અહીંનો એક છેડો પાકિસ્તાન સાથે પણ જોડાય છે.

ગુજરાતનો નકશો તથા પુરી માહિતી

પ્રવાસીથી લઈને ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા લોકોને પણ નકશો જોવાની જરૂર પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખતા અમે અહીં સંપૂર્ણ એચડી નકશો દર્શાવ્યો છે.

લોકોની જરૂરિયાતને લઈને નકશાને અંગ્રેજી તથા ગુજરાતી બંને ભાષામાં રજૂ કરાયેલ છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી પણ આપેલી છે.

Gujarati nakso
Angreji nakso

નકશા વિશેની ઉપયોગી જાણકારી

ભારતના પશ્ચિમી વિસ્તારમાં આવેલ ગુજરાત રાજ્ય 20°1′ થી 24°7′ ઉત્તર અક્ષાંશ અને 68°4′ થી 74°4′ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. રાજ્યની 1,600 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા છે, જે દેશમાં સૌથી લાંબી છે.

ગુજરાતની આબોહવા તથા મુખ્ય આર્થિક પ્રવૃત્તિ અને સંસ્કૃતિ વિશેની વિસ્તૃત નોંધ નીચે દર્શાવેલા ટેબલમાં આપેલી છે.

નક્શાના આધાર પર ગુજરાતના મુખ્ય પ્રદેશ

ગુજરાત રાજ્યના ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. અહીં 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે, જે માછીમારી અને બંદરીય વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે.

ભૌગોલિક પુષ્ટભૂમિ અને પ્રાદેશિકતાને ધ્યાનમાં રાખીને અહીં નકશામાં ગુજરાતના કુલ 5 જેટલા મુખ્ય પ્રાદેશિક વિસ્તારો આપેલા છે. જેના નામ નીચે દર્શાવી રહ્યા છે.

  • ઉત્તર ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • મધ્ય ગુજરાત
  • કચ્છ વિસ્તાર
  • સૌરાષ્ટ્ર વિસ્તાર

ઉપર દર્શાવેલા ગુજરાતના તમામ વિસ્તારો ક્યાં આવેલા છે. તેની માહિતી તમે નીચે દર્શાવેલા નક્શાના આધારે જોઈ શકો છો.

Gujaratna pradeshik vistaro

નક્શાના આધારે જાણકારી

દિશાઓના આધાર પર નકશામાં કુલ 3 જેટલા ગુજરાતના પ્રાદેશિક વિસ્તારો નક્કી થયેલા છે. જેમાં સહુથી વધારે મોટો જિલ્લો ગણાતો કચ્છ વિસ્તાર પણ સમાવિષ્ટ છે.

કચ્છનો રણ પ્રદેશ ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલો છે, જે વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું રણ છે. સૌરાષ્ટ્ર એક મોટો દ્વીપકલ્પ છે જે અરબી સમુદ્રમાં આગળ વધેલો છે.

મધ્ય, દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં વિવિધ વ્યાપારિક કેન્દ્રો આવેલા છે. આમ ગુજરાતના કોઈને કોઈ પ્રદેશમાં પોતાની એક વિશિષ્ટ ખાસિયત પણ રહેલી છે.

ભારતમાં ગુજરાતનો નકશો

ભારતના છેવાડાના ભાગમાં સ્થિત ગુજરાત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર સાથે સરહદો ધરાવે છે. ગુજરાતનો નકશો જોઈએ તો તે આકારમાં લગભગ ત્રિકોણાકાર છે.

રાજ્યનો ઉત્તર-પશ્ચિમી ભાગ કચ્છનું રણ બનેલો છે, જે વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું રણ છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. સૌરાષ્ટ્રનો મોટો દ્વીપકલ્પ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો છે.

Bharat gujarat map

નક્શાના આધારે ગુજરાતની જાણકારી

નકશા પ્રમાણે જોઈએ ગુજરાત ભારતના પશ્ચિમી વિસ્તારના કિનારા પર સ્થિત એક સમૃદ્ધ રાજ્ય છે. આ રાજ્ય પોતાના ભવ્ય વારસાની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ આગળ રહેલ છે.

અન્ય ભારતના રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણા બધા ક્ષેત્રે ઉપર છે. વિદેશ તથા ભારતના આંતરિક વ્યાપારમાં પણ ગુજરાત એક મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં અમુક કેન્દ્ર શાષિત પ્રદેશ પણ આવેલા છે. જેમાં દીવ અને દમણનો સમાવેશ થાય છે. આ લોકપ્રિય પર્યટન સ્થળ પણ ગણાય છે. જ્યાં દર વર્ષે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે.

સવાલ જવાબ (FAQ)

વિધાર્થીઓ તથા સામાન્ય દરેક લોકો માટે અહીં આપણા ગુજરાતના એચડી નકશા પ્રકાશિત કર્યા છે. જેને પણ આના અંગેના સવાલો છે તેમાંથી મુખ્ય પ્રશ્નોના ઉત્તર અહીં આપેલા છે.

(1) નવા જિલ્લાઓ પ્રમાણે ગુજરાતનો નકશો કેવો છે?

નવા બનેલા ગુજરાતના કુલ 33 જિલ્લાની માહિતી સાથે ગુજરાતી તથા ઇંગ્લિશ બંને નકશા અહીં રજૂ કર્યા છે. જેને તમે પોસ્ટમાં ઉપરની તરફ જોઈ શકો છો.

(2) ભારતના નકશામાં ગુજરાત કઈ તરફ આવેલું છે?

ભારતના નકશામાં ગુજરાત પશ્ચિમ તરફ આવેલું છે. આ રાજ્ય સમુંદ્ર તટ પર આવેલ હોવાના કારણે ભારતનું વ્યાપારિક કેન્દ્ર પણ ગણાય છે.

(3) ગુજરાતનો નકશો કોણ પ્રકાશિત કરે છે?

સરકાર દ્વારા સંચાલિત ગુજરાત મેપ એન્ડ રેકર્ડ્સ (Gujarat Maps and Records) દ્વારા અહીંના નકશા પ્રકાશિત થાય છે.

આશા કરુ છુ નવા જિલ્લાઓ પ્રમાણે ગુજરાતનો નકશો ફોટાની માહિતી સારી રીતે આપી શકી છુ. તો મળીએ નવી પોસ્ટમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી ટેક કેયર.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Top
Logo