ભારતનો નકશો સહિતની સંપૂર્ણ માહિતી | India Map In Gujarati

ભારતનો નકશો સહિતની સંપૂર્ણ માહિતી | India Map In Gujarati

ભારત દુનિયાભરનો એક પ્રસિદ્ધ દેશ છે. જે ભૌગોલિક દ્રષ્ટિથી વિશ્વમાં સાતમા સ્થાન પર બિરાજમાન છે. આપણા દેશનું કુલ ક્ષેત્રફળ 3,287,263 જેટલું છે. જેમાં અનેક પ્રદેશો આવેલા છે.

વિશ્વભરમાં ભારતને વિવિધતાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભાષાઓ, ધર્મો, પરંપરાઓનું એક અદ્બુત મિશ્રણ ગણાય છે.

પહેલાના સમયગાળા દરમિયાન ભારત વિશ્વમાં એક ઘણો જ મોટો પ્રદેશ ગણાતો હતો. ત્યારના નકશામાં ભારત વર્ષ ખુબ જ દૂર દૂર સુધી વિસ્તરણ પામેલું હતું.

અત્યારના નકશા પ્રમાણે જોઈએ તો ભારતમાંથી ઘણા પ્રદેશો અલગ પડ્યા છે. જેમાં તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. દેશના નકશામાં સમયની સાથે અનેક પરિવર્તનો પણ આવ્યા છે.

ભારતનો નકશો સહિતની સંપૂર્ણ માહિતી

પોતાના સાંસ્કૃતિક વારસા અને પ્રાચીન પરંપરાઓના કારણે ભારત એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં હવે 21મી સદી દરમિયાન અનેક પ્રકારના હકારાત્મક પરિવર્તનો પણ થયા છે.

દેશમાં હવે આધુનિકતા અને નવી ટેક્નોલોજી પણ જોવા મળે છે. અત્યારનો લેટેસ્ટ ભારતીય નકશો નીચે દર્શાવેલ છે. જેની અંદર તમને ભારત દેશના તમામ રાજ્યો ક્યાં આવેલા છે તેની માહિતી પણ સરળતાથી મળી જશે.

Indian map

ભારતીય નકશા વિશેની જાણકારી

ભારતનો નકશો આપણા દેશની ભૌગોલિક, સાંસ્કૃતિક અને વહીવટી માહિતીનું પ્રતિબિંબ છે. ભારત એશિયા ખંડમાં સ્થિત છે અને તે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે.

ભારત ઉત્તર ગોળાર્ધમાં 8°4′ થી 37°6′ ઉત્તર અક્ષાંશ અને 68°7′ થી 97°25′ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. દેશનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે.

ભારતમાં કુલ 28 જેટલા રાજ્યો છે. તથા અહીં 8 જેટલા કેન્દ્ર શાષિત પ્રદેશ છે. ભારતીય નકશા તથા તેના વિશેની અગત્યની જાણકારી નીચેના કોષ્ટક દ્વારા મેળવીએ. 

ભારતના રાજ્યો તથા મુખ્ય શહેરો

વિવિધતામાં એકતા રાખતા આપણા દેશમાં હાલના સમયમાં કુલ 28 જેટલા રાજ્યો છે. જ્યાં દરેક રાજ્યમાં પોતાનું એક મુખ્ય પાટનગર આવેલું છે.

આવી જ રીતે ક્યાં રાજ્યની રાજધાની કઈ છે તેની જાણકારી નીચેના કોષ્ટક દ્વારા મેળવી શકો છો. સાથે જ દેશની મુખ્ય રાજધાની દિલ્હી તથા આર્થિક રાજધાની મુંબઈ ગણાય છે.

All state main city

દિશાઓ પ્રમાણે ભારતનો નકશો

ભારત એક ભૌગોલિક દ્રષ્ટિએ મોટો દેશ ગણાય છે જ્યાં ચોતરફ દરેક દિશામાં કોઈને કોઈ રાજ્ય આવેલું છે. મુખ્ય રીતે અહીં ચાર દિશાઓના આધારે વિભાગ પાડવામાં આવેલા છે તથા એક મધ્ય ભાગ છે.

  • ઉત્તર ભારત
  • પશ્ચિમ ભારત
  • દક્ષિણ ભારત
  • પૂર્વ ભારત
  • મધ્ય ભારત

તો આવો મિત્રો આપણે દિશાઓના આધાર પર દેશના નકશાની વિગતો ચકાસીએ. અહીં દર્શાવેલ નકશો સંપૂર્ણ એચડી છે જેમાં કઈ દિશામાં કયું રાજ્ય આવેલ છે તેની માહિતી આપેલી છે.

State direction

નકશામાં ભારતની નદીઓ

આપણા દેશમાં નદીઓને એક વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ હિન્દૂ શાસ્ત્રો અનુસાર નદીઓને પવિત્ર ગણવામાં આવે છે. અહીં નદીઓની પૂજા અર્ચના વિવિધ વારે તહેવારે થતી રહેતી હોય છે.

ગંગા, યમુના અને સરસ્વસ્તી નદીનો ત્રિવેણી સંગમ તથા ગોદાવરી, નર્મદા, સાબરમતી, કાવેરી, તાપી, મહાનદી અને હુગલી નામની અહીં મુખ્ય નદીઓ આવેલ છે. આની જાણકારી નકશા દ્વારા સરળતાથી મેળવીએ.

Indian river

ભારત દેશના નકશા વિશે માહિતી

ભારતનો નકશો આપણા રાષ્ટ્રની ભૌગોલિક સંપદા અને વિવિધતાનો પરિચય આપે છે. ભારત હિંદ મહાસાગર અને એશિયા ખંડમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેશનો આકાર લગભગ ત્રિકોણાકાર છે.

આમાં દક્ષિણ તરફ જતાં સાંકડો થતો જાય છે. ઉત્તરમાં વિશાળ હિમાલય પર્વતમાળા આવેલી છે, જે દેશને પ્રાકૃતિક કિલ્લાની જેમ સુરક્ષા આપે છે. આ પર્વતમાળામાં વિશ્વના સૌથી ઊંચા શિખરો આવેલા છે.

Bharat mata

દેશની દરિયાઈ સીમા 7,516.6 કિલોમીટર લાંબી છે, જેમાં બે મુખ્ય દ્વીપસમૂહોમાં અંદમાન-નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. આ દ્વીપો સમુદ્રી જીવસૃષ્ટિ અને પ્રવાસન માટે જાણીતા છે.

દેશની કચ્છની ખાડી, ખંભાતની ખાડી અને બંગાળની ખાડી વ્યાપાર અને મત્સ્યોદ્યોગ માટે મહત્વપૂર્ણ છે. ભારતના નકશામાં થર અને કચ્છના રણ જેવા રણપ્રદેશો પણ જોવા મળે છે.

ભારત સાત પડોશી દેશો સાથે સ્થળસીમા ધરાવે છે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સમાવિષ્ટ છે. આ સ્થળસીમાની કુલ લંબાઈ 15,200 કિલોમીટર છે.

સવાલ જવાબ (FAQ)

સામાન્ય રીતે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સહુ કોઈને ક્યારેકને ક્યારેક નકશો જોવાની જરૂર પડતી જ હોય છે. તેથી નકશાને લઇને મોટાભાગના જે પ્રશ્નો છે તેને અહીં આવરી લેવામાં આવ્યા છે.

(1) ભારતનો નકશો ગુજરાતીમાં બતાવો?

આપણા ઇન્ડિયાનો નકશો ગુજરાતી ભાષામાં તમામ જાણકારી સાથે ઉપર દર્શાવેલા છે. જેમાં દરેક રાજ્યના નામ પણ આપેલા છે.

(2) ભારત દેશના નકશામાં કુલ કેટલા રાજ્ય દર્શાવેલા છે?

નવા નક્શાના આધાર પર અત્યારના સમયમાં દેશમાં કુલ 28 જેટલા રાજ્ય છે. સાથે જ અહીં કુલ 8 કેન્દ્ર શાષિત પ્રદેશ પણ આવેલા છે.

(3) ઇન્ડિયાની રાજધાની કઈ છે ગુજરાતીમાં જણાવો?

ભારત દેશની મુખ્ય રાજધાની દિલ્હી ગણાય છે. તે સિવાય મુંબઈને આર્થિક પાટનગર ગણવામાં આવે છે.

(4) ભારતનો નકશો કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે?

ભારતમાં નકશા બનાવવા અને પ્રકાશિત કરવાનું કાર્ય સરકારી સંસ્થા “સર્વે ઓફ ઈન્ડિયા” (Survey of India – SOI) દ્વારા કરવામાં આવે છે.

(5) ભારતનો સહુથી જૂનો નકશો ક્યારે બન્યો હતો?

ભારતનો સહુથી જૂનો નકશો મૌર્ય સામ્રાજ્ય સમયે (322-185 ઈ.પૂ.) બનાવડાવ્યો હતો. જેના અમુક અવશેષો પણ જોવા મળે છે.

આશા કરુ છુ ભારતના નકશા વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં સફળતા પ્રાપ્ત કરી ચુકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Top
Logo