ગુજરાતની જાહેર તથા મરજિયાત રજાઓ 2024 | ગુજરાત સરકાર દ્વારા

બેન્ક, શાળાઓ તથા અન્ય જગ્યાઓ પર જતા લોકોને એક સવાલ હોય છે કે રજાઓ ક્યારે અને કેટલી મળશે? તો એક અંદાજ પ્રમાણે વર્ષમાં લગભગ 100-120 દિવસ જેટલી રજાઓ હોય છે.

શનિવાર-રવિવાર, તહેવારો, ખાનગી કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે રજાઓ આપવામાં આવતી હોય છે. આ સિવાય કર્મચારીઓને વ્યક્તિગત રજાઓ જેને કેઝ્યુઅલ લીવ તરીકે ઓળખવામાં આવે છે. અને માંદગીની રજાઓ એટલે કે સિક લીવ પણ મળતી હોય છે.

ગુજરાતની જાહેર તથા મરજિયાત રજાઓ 2024

ભારત તથા ગુજરાતમાં સરકારી કર્મચારીઓ તથા લોકોને ઘણી રજાઓ આપવામાં આવતી હોય છે. નીચે ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર રજાઓની યાદી દર્શાવી છે.

ગુજરાત બેન્કની જાહેર રજાઓ 2024

જે લોકો બેન્કના કર્મચારીઓ છે તેમને સ્થાનિક અથવા રાષ્ટ્રીય બેંક તરફથી ઘણી રજાઓ ફાળવવામાં આવતી હોય છે. જેનો લાભ મોટાભાગના લોકો લેતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા બેન્કમાં કાર્ય કરતા લોકો માટે નીચેની રજાઓ આપવામાં આવે છે.

ગુજરાતની વિશેષ સાંસ્કૃતિક રજાઓ

ગુજરાત ભારતનું એક જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રાજ્ય છે, તેની વિવિધ રજાઓ અને ઉત્સવો માટે જાણીતું છે. આ રજાઓ માત્ર આરામનો સમય નથી, પરંતુ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાનું પ્રતિબિંબ પણ છે.

  • મકરસંક્રાંતિ (જાન્યુઆરી): સૂર્યના ઉત્તરાયણ થવાની ઉજવણી, પતંગ ઉડાડવાની પરંપરા સાથે.
  • ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી): ભારતીય બંધારણની ઉજવણી.
  • મહા શિવરાત્રી (ફેબ્રુઆરી/માર્ચ): ભગવાન શિવને સમર્પિત રાત્રિ.
  • હોળી (માર્ચ): રંગોનો તહેવાર, જે વસંતઋતુની શરૂઆતને ચિહ્નિત કરે છે.
  • ગુડી પડવો (માર્ચ/એપ્રિલ): ગુજરાતી નવું વર્ષ.
  • રામ નવમી (માર્ચ/એપ્રિલ): ભગવાન રામના જન્મની ઉજવણી.
  • રક્ષાબંધન (ઓગસ્ટ): ભાઈ-બહેનના પ્રેમની ઉજવણી.
  • જન્માષ્ટમી (ઓગસ્ટ/સપ્ટેમ્બર): ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી.
  • નવરાત્રિ (સપ્ટેમ્બર/ઓક્ટોબર): નવ રાત્રિઓનો ઉત્સવ, ગરબા અને દાંડિયા રાસ સાથે.
  • દિવાળી (ઓક્ટોબર/નવેમ્બર): પ્રકાશનો તહેવાર, નવા વર્ષની શરૂઆત.

સાંસ્કૃતિક મહત્વ

ગુજરાતની રજાઓ માત્ર ઉજવણીઓ નથી તે રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ છે. દરેક તહેવાર વિશિષ્ટ રીતરિવાજો, પરંપરાગત વાનગીઓ અને સામુહિક ઉજવણીઓ સાથે આવે છે, જે સમુદાયને એક સાથે લાવે છે.

આર્થિક પ્રભાવ

રજાઓ માત્ર સાંસ્કૃતિક મહત્વ ધરાવતી નથી, પરંતુ રાજ્યના અર્થતંત્ર પર પણ નોંધપાત્ર પ્રભાવ પાડે છે. તહેવારોના સમયગાળા દરમિયાન વેપાર અને પર્યટન વધે છે, જે સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે.

રજા મેળવવા શું કરવું

પોતાના અંગત કારણોસર જો તમે કોઈ એવા દિવસે રાજા લેવા માંગો છે, જયારે જાહેર રજા નથી હોતી. તો એના માટે પોતાના રજાનું કારણ દર્શાવી કાયદેસરની રજા મેળવી શકાય છે.

શાળા અથવા કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રજા ચિઠ્ઠી દ્વારા રજાનો લાભ લઇ શકે છે. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ કેઝ્યુઅલ લિવ અથવા મેડિકલ લિવ પર પોતાની ગેરહાજરીનું કારણ બતાવી શકે છે.

મહત્વના પ્રશ્નો (FAQ)

પંચાંગ તથા કેલેન્ડર અનુસાર એક વર્ષ દરમિયાન અનેક રજાઓ આવતી હોય છે. તેમાં અમુલ તહેવારો, ખાસ દિવસો અને જયંતિ સમાવિષ્ટ હોય છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.

(1) રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2024 માં કેટલી રજાઓ જાહેર કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષ 2024 માં કુલ 73 જેટલી રજાઓ જાહેર કરેલી છે. જેમાં બધા જ પ્રકારની જાહેર રજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(2) 2024 માં રવિવારના દિવસે કઈ રાષ્ટ્રીય રજા આવે છે?

વર્ષ 2024 દરમિયાન રવિવારના દિવસે એક પણ રાષ્ટ્રીય રજા આવતી નથી. રાષ્ટ્રીય રજાઓ રવિવાર સિવાયના અન્ય દિવસોમાં આવેલ છે.

(3) જો રવિવારે રાષ્ટ્રીય અથવા રાજ્યની રજા હોય, તો શું બીજા દિવસે રજા લંબાશે?

ના, કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય રજાને રવિવાર પછી સોમવાર સુધી લંબાવવામાં આવતી નથી. રજા ફક્ત એક જ દિવસ મળવા પાત્ર છે.

(4) સરકારી કાર્યકરોને લાંબી રજા ક્યારે મળે છે?

સરકારી વિભાગમાં કાર્ય કરતા લોકોને અનેક રજાઓ આપવામાં આવે છે. ઉનાળા તથા દિવાળી હોય ત્યારે તેમને લાંબા સમય સુધીની રજાઓ મળતી હોય છે.

(5) શું શનિવારના દિવસે પણ રજા ગણવામાં આવે છે?

ના, શનિવારના દિવસે તમને ફક્ત અડધા દિવસની રજા મળે છે, બાકીનો દિવસ કાર્યમાં ગણતરીમાં લેવાય છે.

આશા કરું છુ ગુજરાતની જાહેર તથા મરજિયાત રજાઓની માહિતી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો વધુ લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Top
Logo