
આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં એટલા ડૂબી ગયા હોઈએ છીએ કે પોતાના પારંપારિક મહિનાઓના નામ ખબર હોતા નથી. આપણા ગુજરાત રાજ્યના કેલેન્ડર અનુસાર કુલ 12 મહિનાઓ હોય છે.
ગુજરાતમાં દિવાળી બાદ નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ આવે છે. ત્યારબાદ કારતક મહિનાથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. સાથે જ ભારતીય કેલેન્ડર કરતા ગુજરાતી કેલેન્ડરને વધુ જૂનું માનવામાં આવે છે.
આપણને ગુજરાતી કેલેન્ડરમાંથી માસિક પંચાંગ, વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ અને સૂર્યોદય સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચન્દ્ર્રાસ્તા વિશે ની માહિતી પણ મળતી હોય છે.
વિશેષ : તમામ ગુજરાતી મહિનાઓમાં શ્રાવણ મહિનાને સહુથી વધારે પવિત્ર મનાય છે. મોટાભાગના શુભ તહેવારો પણ આ મહિનાઓમાં જ આવતા હોય છે.
12 ગુજરાતી મહિનાઓના નામની લિસ્ટ
ગુજરાતી પંચાંગ અનુસાર અહીં દરેક 12 મહિનાની ક્રમાનુસાર લિસ્ટ આપવામાં આવી છે. જેમાં કારતક મહિનાથી લઈને અંતિમ આસો મહિના સુધીની પુરી જાણકારી દર્શાવેલી છે.
આપણા સામાન્ય મહિનાઓમાં ક્યાં ગુજરાતી મહિનાઓ આવે છે તેની પુરી યાદી પણ તમને આ લિસ્ટમાં જોવા મળશે. તેથી તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે આને ધ્યાનથી વાંચો.
ગુજરાતી મહિનો | અંદાજિત સમયગાળો |
કારતક | ઓક્ટોબર થી નવેમ્બર |
માગશર | નવેમ્બર થી ડિસેમ્બર |
પોષ | ડિસેમ્બર થી જાન્યુઆરી |
મહા | જાન્યુઆરી થી ફેબ્રુઆરી |
ફાગણ | ફેબ્રુઆરી થી માર્ચ |
ચૈત્ર | માર્ચ થી એપ્રિલ |
વૈશાખ | એપ્રિલ થી મે |
જેઠ | મે થી જૂન |
અષાઢ | જૂન થી જુલાઈ |
શ્રાવણ | જુલાઈ થી ઓગસ્ટ |
ભાદરવો | ઓગસ્ટ થી સપ્ટેમ્બર |
આસો | સપ્ટેમ્બર થી ઓક્ટોબર |
નોંધ : અમુક વર્ષો દરમિયાન ગુજરાતી કેલેન્ડરમાં અધિક માસ પણ હોય છે. જેને અમુક લોકો મલમાસના નામથી પણ ઓળખતા હોય છે.
અંગ્રેજી કેલેન્ડર મહિનાઓની યાદી (ગુજરાતીમાં)
આપણી રોજબરોજની જિંદગીમાં અનેકવાર કેલેન્ડર તરફ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. તેમાં 1 થી 12 સુધી લઈને તમામ મહિનાઓની યાદી રહેલી હોય છે.
ખાસ કરીને બાળકોને મહિનાઓના નામ યાદ રાખવામાં સરળતા રહે એ માટે અહીં કોષ્ટક બનાવેલું છે. જેમાં તમામ અંગ્રેજી મહિનાઓના નામની જાણકારી આપેલી છે.
અંગ્રેજી મહિનો | ગુજરાતી મહિનો |
January | જાન્યુઆરી |
February | ફેબ્રુઆરી |
March | માર્ચ |
April | એપ્રિલ |
May | મે |
June | જૂન |
July | જુલાઈ |
August | ઓગસ્ટ |
September | સપ્ટેમ્બર |
October | ઓક્ટોબર |
November | નવેમ્બર |
December | ડિસેમ્બર |
ગુજરાતી મહિનાઓ અને ઋતુઓ
મોટાભાગના લોકોને એ સવાલ ઉદ્ભવતો હોય છે કે ક્યાં મહિનામાં કઈ ઋતુ શરૂ થાય છે. તો તે અંગેની જાણકારી તમને સરળતાપૂર્વક આમાંથી મળી જશે.
ગુજરાતી મહિનો | ઋતુ (Season) |
કારતક (Kartik) | શિયાળો (Winter) |
માગશર (Magsar) | શિયાળો (Winter) |
પોષ (Posh) | શિયાળો (Winter) |
મહા (Maha) | શિયાળો (Winter) |
ફાગણ (Fagan) | વસંત (Spring) |
ચૈત્ર (Chaitra) | વસંત (Spring) |
વૈશાખ (Vaishakh) | ઉનાળો (Summer) |
જેઠ (Jeth) | ઉનાળો (Summer) |
અષાઢ (Ashadh) | ચોમાસું (Monsoon) |
શ્રાવણ (Shravan) | ચોમાસું (Monsoon) |
ભાદરવો (Bhadarvo) | ચોમાસું (Monsoon) |
આસો (Aaso) | શરદ (Autumn) |
દરેક ગુજરાતી મહિનાઓની માહિતી
આમ તો ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં દરેક મહિનાને લઈને વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આ અનુસાર પવિત્ર મહિનાઓ અને દિવસો દરમિયાન શુભ કાર્યો થઇ શકે છે અન્યથા નહીં.
કારતકથી લઈને આસો સુધીના તમામ ગુજરાતી મહિનાઓની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવેલી છે. આના આધાર પર તમને દરેક મહિનાઓ વિશેની એક રસપ્રદ માહિતી મળી રહેશે.
(1) કારતક
- કારતક મહિનાને હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવત નો પ્રથમ મહિનો ગણવામાં આવે છે.
- શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ છે.
- આ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો મનાવવામાં આવે છે.
- કારતક મહિનાનો સંબંધ ગણેશ, કાર્તિકેય સ્વામી, ગોવર્ધન પર્વત, વિષ્ણુજી, છઠ્ઠ માતા અને સૂર્યદેવ સાથે છે.
- આ માસ દરમિયાન લોકો પોતાના અનેક શુભ કાર્યોની શરૂઆત પણ કરી શકે છે.
(2) માગશર
- ભગવાન કૃષ્ણનો પ્રિય મહિનો માગશર ગણાય છે, જેનું મહત્વ ઘણું છે.
- આ મહિનાની પૂનમ તિથિ પર ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે, જેથી આનું નામ માગશર પડ્યું.
- માગશર મહિનામાં મોટાભાગે ઠંડી એટલે કે શિયાળાની ઋતુ વધારે જોવા મળે છે.
- માગશર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
- એવી પણ માન્યતા પ્રવર્તે છે કે આ મહિનામાં ભગવાન શ્રી રામ અને દેવી સીતાના લગ્ન થયા હતા.
(3) પોષ
- હિંદુ વૈદિક પંચાગ અનુસાર વિક્રમ સંવતનો ત્રીજો મહિનો એટલે પોષ મહિનો.
- આ મહિના દરમિયાન સૂર્ય ભગવાન અને નારાયણ દેવની પૂજા કરવામાં આવે છે.
- આ મહિનામાં શરદી હોય છે, તેથી સૂર્ય પ્રકાશમાં બેસવાથી વિટામિન ડી મળે છે.
- ભારતીય હિન્દૂ કેલેન્ડર અનુસાર આ મહિનાનું મહત્વ ઘણું બધું છે.
- હિન્દૂ શાસ્ત્રોમાં પણ આ મહિના વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવ્યું છે.
(4) મહા
- મહા મહિનામાં ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
- સાથે સાથે આ મહિનામાં પ્રકૃતિમાં માનતા લોકો સૂર્ય દેવતા માટે હવન પણ કરતા હોય છે.
- એવી પણ માન્યતા છે કે આ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ભગવાનની કૃપા બની રહે છે.
- આ મહિનામાં આપણા ઘણા પવિત્ર તહેવારો પણ આવતા હોય છે.
- ગુજરાતી કેલેન્ડર અનુસાર આ મહિનાને ઘણો શુભ પણ માનવામાં આવે છે.
(5) ફાગણ
- આ મહિનો હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે.
- ફાગણ મહિનો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આવતો હોય છે.
- ધર્મ કે કર્મ કાંડ કરવા માટે આ મહિનાને ઉત્તમ ગણવામાં આવતો હોય છે.
- ફાગણ મહિનામાં જ વસંત ઋતુ શરૂ થાય છે. આ ઋતુ સર્જનનું પ્રતીક છે.
- આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર આ મહિનો માનવીમાં હકારાત્મક ઉર્જા લાવે છે.
(6) ચૈત્ર
- હિન્દૂ શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી સત્યયુગની શરૂઆત થઈ હતી.
- આ પવિત્ર મહિનામાં લોકો ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હોય છે.
- ચૈત્ર માસને ઘણા લોકો મધુમાસ તરીકે પણ ઓળખતા હોય છે.
- શાસ્ત્રોમાં ચૈત્ર માસનું એક ખાસ મહત્વ છે, કારણ કે આ મહિનાઓમાં ચૈત્ર નવરાત્રી પણ આવતી હોય છે.
- એવું પણ માનવામાં આવે છે કે આ મહિના દરમિયાન બ્રમ્હાજીએ સૃષ્ટિની રચના કરી હતી.
(7) વૈશાખ
- હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવતનો સાતમો મહિનો એટલે કે વૈશાખ.
- આ મહિના દરમિયાન સ્નાન, દાન, જપ અને તપનું વિશેષ મહત્વ હોય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકતી હોય છે.
- ધાર્મિક ગ્રંથો અનુસાર કહેવાય છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.
- ઘરમાં કોઈનું વાસ્તુ દોષ હોય તો આ મહિના દરમિયાન તેને દૂર કરી શકાય છે.
(8) જેઠ
- હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો આઠમો મહિનો એટલે જેઠ.
- એવું માનવામાં આવે છે કે આ મહિના દરમિયાન રીંગણનું સેવન કરવું અશુભ હોય છે.
- મહાભારત પ્રમાણે આ મહિનામાં એક જ વાર ભોજન કરવું જોઇએ.
- જેઠ માસને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે.
- જેઠ મહિનામાં ગંગા દશેરા અને નિર્જળા એકાદશી આવતી હોય છે.
(9) અષાઢ
- અષાઢ નામના આ મહિનાનું ગુજરાતી સાહિત્યમાં એક અનોખું પ્રભુત્વ બનેલ છે.
- એવું કહેવાય છે કે આ મહિના દરમિયાન વરસાદી વાદળો વાળો સુંદર માહોલ બને છે.
- અષાઢ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો નવમો મહિનો છે.
- એવી પણ માન્યતાઓ છે કે આ મહિના દરમિયાન અનેક ચોઘડિયાઓ પણ આવતા હોય છે.
- આ માસની અમુક તિથિઓને દુર્યોગ કહેવામાં આવે છે, જેને શુભ માનવામાં આવતું નથી.
(10) શ્રાવણ
- ગુજરાતી તથા હિન્દૂ પંચાંગ અનુસાર જો કોઈ મહિનો સહુથી શુભ માનવામાં આવે તો તે શ્રાવણ છે.
- આ આખો મહિનો ભક્તિમય હોય છે, જેમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે.
- શ્રાવણ મહિના દરમિયાન અનેક ઉપવાસ અને તહેવારો પણ આવતા હોય છે.
- ધાર્મિક્તાની દૃષ્ટિએ શ્રાવણ મહિનાનું આપણા પંચાંગમાં એક વિશેષ મહત્વ હોય છે.
- શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુ લોકો દરેક સોમવારે ભગવાનને રીઝવવા માટે ઉપવાસ રાખતા હોય છે.
(11) ભાદરવો
- શ્રાવણ મહિનાનો અંત થતા ભાદરવો માસ શરૂ થતો હોય છે.
- ગુજરાતી કેલેન્ડર અનુસાર ભાદરવાના મહિનાને મનશુદ્ધિનો મહિનો ગણવામાં આવે છે.
- આ મહિના દરમિયાન દેવી રાધાની પૂજા વિશેષ રૂપે કરવામાં આવતી હોય છે.
- કહેવાય છે કે ભાદરવા મહિનામાં ભારે અને વધારે પ્રમાણમાં વરસાદ પડતો હોય છે.
- હિંદુ કાર્ત્તિકી વિક્રમી વર્ષ અનુસાર ભાદરવાને પંચાંગનો અગિયારમો મહિનો ગણવામાં આવે છે.
(12) આસો
- હિન્દૂ વૈદિક પંચાંગનો આ સહુથી છેલ્લો એટલે કે અંતિમ મહિનો છે.
- આસો માસ દરમિયાન શિયાળાની ઋતુની શરૂઆત થઇ જાય છે.
- આસો મહિનો સપ્ટેમ્બર થી ઓક્ટોબરના સમયગાળાની વચ્ચે આવતો હોય છે.
- આ મહિના દરમિયાન ઘણા હિન્દૂ પવિત્ર તહેવારો પણ આવે છે.
- મહિનાના અંતમાં દિવાળીનો તહેવાર આવે છે, ત્યારબાદ નવું વર્ષ બેસે છે.
સવાલ જવાબ (FAQ)
સામાન્ય રીતે જોઈએ તો મહિનાઓ આપણને એટલા જાણવા જેવા લાગતા નથી. પરંતુ આને લઈને અનેક પ્રશ્નો લોકોમાં છે. જેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવેલા છે.
(1) બધા જ ગુજરાતી મહિનાઓની યાદી આપો?
દરેક ગુજરાતી મહિનાઓની જાણકારી અહીં દર્શાવવામાં આવે છે. વધુ માહિતી માટે તમે ઉપરનું ટેબલ પણ જોઈ શકો છો.
- કારતક
- માગશર
- પોષ
- મહા
- ફાગણ
- ચૈત્ર
- વૈશાખ
- જેઠ
- અષાઢ
- શ્રાવણ
- ભાદરવો
- આસો
(2) હિન્દૂ પંચાંગ અનુસાર સહુથી પહેલો મહિનો કયો આવે છે?
પ્રાચીનતમ હિન્દૂ પંચાંગ અનુસાર નવા વર્ષની શરૂઆતમાં જે પહેલો મહિનો આવે છે, તેનું નામ કારતક છે.
(3) ગુજરાતી પંચાંગના કેલેન્ડર અનુસાર કુલ કેટલા માસ હોય છે?
આપણા ગુજરાતી પંચાંગ અનુસાર વાત કરીએ તો તેમાં કુલ 12 મહિનાઓ સમાવિષ્ટ હોય છે.
(4) ભારતીય હિન્દૂ વિક્રમ સવંત કેલેન્ડરમાં સહુથી પવિત્ર મહિનો કયો ગણાય છે?
ભારતીય વિક્રમ સવંત પંચાંગ અનુસાર સહુથી પવિત્ર માસ શ્રવણને ગણવામાં આવે છે.
(5) એક વર્ષમાં કુલ કેટલા અઠવાડિયા અને દિવસો હોય છે?
હિન્દૂ વર્ષ અનુસાર એક વર્ષમાં કુલ 365 દિવસ અને જો 29 ફેબ્રુઆરી હોય તો 266 દિવસ હોય છે. સાથે જ એક વર્ષમાં કુલ 52 અઠવાડિયા પણ હોય છે.
આશા કરું છુ તમામ ગુજરાતી મહિનાઓની જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.