ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના એ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવામાં આર્થિક મદદ કરવાનો છે.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિઓ માટે પીએમ કિસાન પોર્ટલ પર અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં આ યોજનાની સાથે સાથે પશુપાલની યોજનાઓ , બાગાયતી યોજનાઓ વગેરે પણ જોવા મળે છે.
આધુનિક જમાના અને વધતી જતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે. આ દ્વારા સરકારનો એ પ્રયાસ છે કે ખેડૂતો પણ ડિજિટલ યુગમાં પોતાની ઓળખ ઉભી કરી શકે.
મોબાઈલ સહાય યોજનાથી ક્યા લાભ થઇ શકે છે?
- ખેતી સંબંધી નવી માહિતી
- હવામાન અંગેની જાણકારી
- પાકની બીમારીઓ વિશે
- ઓનલાઇન બેન્કિંગ સેવાઓ
- કૃષિ નિષ્ણાતો સાથે સંપર્ક
- ઓનલાઇન કૃષિ કાર્યક્રમોનો લાભ
- વરસાદની આગાહી વિશે
- ડિજિટલ બજાર સાથે જોડાણ
- નવા ભાવો વિષે જાણી શકે
આ સિવાય પણ સ્માર્ટફોન યોજનાથી ઘણા ફાયદા થઇ શકે છે. આ પોસ્ટમાં અમે મોબાઈલ સહાય યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું, ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની તમામ જાણકારી આપી છે.
ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના
કૃષિ ક્ષેત્રનો દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો રહેલ છે. આ ક્ષેત્રમાંથી કરોડો લોકોને રોજગારી મળી રહે છે. સરકાર અને પ્રજાને પણ આ ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થાય છે.
આને ધ્યાનમાં રાખતા સરકારના ખેડી-વાડી વિભાગે ખેડૂતો માટે સ્માર્ટ ફોન યોજના શરૂ કરી છે. જેનો લાભ અનેક લોકો લઇ ચુક્યા છે. જો તમે ખેતી કરતા હોય તો તમે પણ આ સેવાનો લાભ લઇ શકો છો.
સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ દરેક ગરીબ ખેડૂતને મોબાઈલ માટે કુલ રૂપિયા 6,000 ફાળવવામાં આવે છે. સાથે તમને મોબાઈલ ખરીદ કિંમત પર 40 % સુધીની સહાય મળતી હોય છે.
નોંધ : આ યોજનાનો લાભ મેળવવા ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. આના માટે ખેડૂત પોર્ટલ વિભાગ વેબસાઇટની મુલાકાત લેવી પડે છે.
સ્માર્ટ ફોન સહાય યોજના વિશેની મુખ્ય જાણકારી
આજના ડિજિટલ યુગમાં દરેકને સ્માર્ટ ફોનની જરૂરિયાત હોય છે. પરંતુ અમુક ગરીબ ખેડૂતો પાસે એટલા નાણાં નથી હોતા કે તેઓ સ્માર્ટ ફોન ખરીદી શકે. આ માટે સરકાર દ્વારા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોજના શરૂ કરવામાં આવી છે.
યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી અહીં જોઈ શકો છો.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સહાય |
લાભાર્થીઓ | રાજ્યના ખેડૂતો |
સહાય | ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40% સહાય |
ઓફિશીયલ વેબસાઈટ | Ikhedut Gujarat |
અરજી શરૂ થવાની તારીખ | 18/06/2024 |
સ્માર્ટ ફોન સહાય યોજના માટે ક્યા દસ્તાવેજોની જરૂર પડે
કોઈ પણ સરકારી સહાયનો લાભ મેળવવા માટે અમુક જરૂરી દસ્તાવેજો આપવા પડે છે. જેથી તમે સરળતાથી યોજનાનો લાભ લઇ શકો. આ માટે અહીં દર્શાવેલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે.
- ખાતેદારની આધાર કાર્ડ ઝેરોક્ષ
- બેન્ક એકાઉન્ટની પાસબુક
- રદ કરેલા ચેકની એક નકલ
- ખેડૂતના જમીન સંબંધી ડોક્યુમેન્ટ્સ
- મોબાઈલનો IMEI નંબર
- AnyRoR પરથી મેળવેલ 8-અ નકલ
- સ્માર્ટફોનનો GST નંબર ધરાવતું બિલ
જો ઉપર દર્શાવેલા તમામ દસ્તાવેજો તમારી પાસે હોય તો સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરી શકો છો.
સ્માર્ટ ફોન સહાય યોજના માટે લાભાર્થીની પાત્રતા
રાજ્યના પછાત વર્ગના ખેડૂતો માટે બનાવવામાં આવેલી આ યોજના ખરેખર લાભકારક છે. જેનો લાભ લેવા માટે નીચે દર્શાવેલી પાત્રતા હોવી જરૂરી છે.
- ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જોવું જોઈએ.
- અરજદારે ગુજરાતના નાગરિક હોવું જરૂર છે.
- અરજદારના બેન્કમાં એક કરતા વધુ ખાતા હોય તો પણ સહાય એક જ વાર મળી શકે છે.
- સંકયુક્ત ખાતામાં ikhedut 8-A ખાતેદાર લાભ મેળવી શકે છે.
સ્માર્ટ ફોન સહાય યોજનાના ખરીદી આધારિત નિયમો
જેટલા પણ લોકો સ્માર્ટ ફોન સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ માટે અમુક નિયમો બનાવેલા છે. આ નિયમોનું પાલન કરનાર દરેક ખેડૂતને સહાય મળવાપાત્ર છે.
- યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.
- અરજી કર્યા બાદ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવતી હોય છે.
- અરજી મંજુર થાય તો તમને એક ઇમેઇલ મોકલવામાં આવે છે.
- યોજનામાં પસંદગી પામ્યા બાદ 15 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કરવાની હોય છે.
- સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ ખેડૂતોએ અરજી પત્રકમાં સહી કરવાની હોય છે.
- સહી કરેલી પ્રિન્ટ અને તમામ દસ્તાવેજોને નજીકની સરકારી કચેરીમાં જમા કરાવવાના હોય છે.
- સ્માર્ટફોન ખરીદીનું બિલ પણ અહીં રજૂ કરવાનું હોય છે.
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાના મુખ્ય લાભો
સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓના ઘણા લાભો હોય છે. એવી જ રીતે આ સ્માર્ટ ફોન યોજના દ્વારા પણ અનેક ફાયદા થાય છે.
- આર્થિક મદદ: ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા માટે રૂ. 6000 સુધીની આર્થિક સહાય મળે છે.
- ડિજિટલ સશક્તિકરણ: ખેડૂતો ડિજિટલ માધ્યમથી જોડાઈને આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે છે.
- માહિતી સુલભતા: ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જેવી કે હવામાન અહેવાલ, બજાર ભાવ, નવી ખેતી પદ્ધતિઓ વગેરે સરળતાથી મેળવી શકાય છે.
- સરકારી યોજનાઓની જાણકારી: વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી વિશે તાત્કાલિક માહિતી મળી શકે છે.
- સમયની બચત: ઘણી માહિતી મોબાઈલ પર જ મળી જવાથી ખેડૂતોનો સમય બચે છે.
- ઓનલાઈન બેન્કિંગ સુવિધા: મોબાઈલ દ્વારા ખેડૂતો ઓનલાઈન બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
- કૃષિ નિષ્ણાતો સાથે સંપર્ક: મોબાઈલ એપ્સ દ્વારા ખેડૂતો કૃષિ નિષ્ણાતો સાથે સીધો સંપર્ક કરી શકે છે.
- શિક્ષણ અને તાલીમ: ઓનલાઈન કૃષિ શિક્ષણ અને તાલીમ કાર્યક્રમોનો લાભ લઈ શકાય છે.
- બજાર જોડાણ: ખેડૂતો સીધા ગ્રાહકો અથવા વેપારીઓ સાથે જોડાઈ શકે છે, જેનાથી મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટે છે.
- સામાજિક જોડાણ: અન્ય ખેડૂતો સાથે અનુભવો અને માહિતીની આપ-લે કરી શકાય છે.
સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી પ્રક્રિયા
ખેતીવાડી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી સ્માર્ટ ફોન સહાય યોજના રાજ્યના ગરીબ ખેડૂતો માટે ખાસ છે. આ માટેની અરજી તમે જાતે અથવા સાઇબર કેફેમાં જઈને કરી શકો છો.
- સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલમાં ikhedut Portal સર્ચ કરો.
- ત્યાં પેહલા જ તમને ikhedut portal ની Official Website દેખાશે.
- આ વેબસાઈટ પર ક્લિક કરવું અને તેના હોમપેજ પર જવું.
- હોમપેજ પર જ્યાં યોજના લખેલું હોય ત્યાં ક્લિક કરો.
- આ પ્રક્રિયા બાદ એક નવું પેજ ઓપન થશે ત્યાં જઈને ખેતીવાડી વિભાગની યોજનાઓ પર ક્લિક કરો.
- હવે સ્માર્ટફોન સહાય યોજના પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા ચાલુ રાખવી.
- સહાય યોજના પર ક્લિક કરીને જ્યાં અરજી કરવાની છે ત્યાં જાવ.
- જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટર કરેલું હોય તો હા સિલેક્ટ કરો.
- રજીસ્ટર ના કરાવ્યું હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે.
ગુજરાતની જાહેર તથા મરજિયાત રજાઓ
ઓનલાઇન અરજી ફોર્મ
- ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડે છે.
- આ સાથે તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર પણ નાખવાનો રહેશે.
- ત્યાં જ Captcha Image ને પણ નાખવી પડે છે.
- જે લોકોએ રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી બાદ અરજીને સેવ કરવાનું ઓપ્શન આવે છે.
- ભરેલી માહિતીને સંપૂર્ણ ચોક્સાઈથી ભર્યા બાદ એપ્લિકેશનને કન્ફોર્મ કરવી.
- એપ્લિકેશન કન્ફોર્મ થયા બાદ આમાં કોઈ સુધારા વધારા કરવામાં આવતા નથી.
- ઓનલાઇન અરજી કર્યા બાદ તમે આની પ્રિન્ટ કઢાવી શકો છો.
- અરજીને પ્રિન્ટ કરી, જરૂરી સહી સિક્કા અને દસ્તાવેજો સાથે તાલુકા વિસ્તરણ અધિકારીને સોંપણી કરવી.
મહત્વના પ્રશ્નો (FAQ)
સરકાર દ્વારા દેશના નબળા વર્ગના લોકો માટે ઘણી યોજનાઓ ઘડવામાં આવતી હોય છે. જેને લઈને સામાન્ય લોકો ઘણી અવઢવમાં મુકાયેલા હોય છે.
આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.
(1) સ્માર્ટ ફોન સહાય યોજના શું છે?
સરકાર તરફથી લોકો માટે બનાવવામાં આવેલી આ એક પ્રકારની યોજના છે. જે હેઠળ લાભાર્થીને સ્માર્ટ ફોન પ્રદાન કરવામાં આવે છે.
(2) સ્માર્ટ ફોન સહાય યોજના અંગેનો લાભ કોણ મેળવી શકે?
મુખ્ય રીતે ગરીબ વર્ગના ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ યોજના બનાવવામાં આવી છે. તેથી તેનો લાભ ફક્ત કિસાનો જ લઇ શકે છે.
(3) સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવાની હોય છે?
પ્રધાનમંત્રી સ્માર્ટ ફોન સહાય યોજનાની અરજી પ્રક્રિયા તમે ઓનલાઇન અથવા ઑફલાઇન બંને રીતે કરી શકો છો.
(4) ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં કેટલી નાણાકીય રકમ મળે છે?
ખેડૂતો માટેની મોબાઈલ સહાય યોજનામાં સ્માર્ટફોનની કિંમત કેટલી છે તેના આધાર પર નાણાંકીય રકમ મળવા પાત્ર છે.
(5) આ યોજનાની ઓનલાઇન અરજી ક્યાંથી કરવાની હોય છે?
સ્માર્ટ ફોન સહાય યોજનાની ઓનલાઇન અરજી ખેડૂત ઈ-પોર્ટલ પરથી કરવાની હોય છે.
આશા કરું છુ ખેડૂતો માટેની સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પણ પહોંચાડો.