પશુપાલન લોન એક એવા પ્રકારની લોન છે, જેમાં પશુપાલકોને સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ પશુપાલકોને રોજગારી મળી રહે.
જો તમારી પાસે 10 કે તેથી વધુ પશુઓ હોય તો તમને આ લોન ઘણી સરળતાથી મળી રહે છે. આ યોજનાની સાથે સાથે પશુઓ માટે તબેલો બનાવવા પણ સરકાર લોન આપી રહી છે.
આ યોજના સીધી રીતે ખેડૂતો, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આ બધા ક્ષેત્રે રોજગારી આવતા, દેશના આર્થિક વિકાસ પર પણ હકારાત્મક અસરો જોવા મળે છે.
અમુક ઉપયોગી દસ્તાવેજોની સાથે તમે પશુપાલન લોન યોજનામાં અરજી કરી શકો છો. માહિતી અનુસાર આ યોજનામાં લાભાર્થીને રૂપિયા 12 લાખની સહાય મળતી હોય છે.
ઘણા ગરીબ પશુપાલકો એવા હોય છે કે જેઓ પોતાની રોજગારી તથા બધા પશુઓને સાચવવામાં સક્ષમ હોતા નથી. તેવા પછાત વર્ગને ધ્યાનમાં રાખતા આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પશુપાલન લોન યોજના 2024
ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ પશુપાલન લોનની યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાં શરૂ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા લોકો આનો લાભ મેળવી ચુક્યા.
જે વ્યક્તિઓ ગુજરાત રાજ્યના નાગરિક છે. તે લોકો જ આ લોન માટે અરજી કરી શકે છે. લાભાર્થીના દુધાળા પશુઓના આધાર પર તેમને સરકાર તરફથી જરૂરી રકમ ફાળવવામાં આવે છે.
દરેક બેન્ક અનુસાર લોન ચુકવણીના વ્યાજદર અલગ અલગ હોઈ શકે છે. આની ચુકવણી માટે પણ અમુક વર્ષો નિશ્ચિત કરેલા હોય છે. તે સમયગાળામાં લોનની ચુકવણી કરવાની રહેશે.
ખેડૂત તથા પશુપાલક વર્ગના લોકો આ યોજનાના મુખ્ય હકદાર છે. પરંતુ લોન મેળવવા માટે વધારે પશુઓ હોવા પણ અનિવાર્ય છે. જેના કારણે સરળતાથી લોન મળી રહે છે.
પશુપાલન લોન યોજના વિશેની જાણકારી
યોગ્ય પાત્રતા ધરાવતા અને પશુઓ ધરાવતા લોકો માટે આ લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. લોન વિશેની સંપૂર્ણ જાણકારી અમે અહીં દર્શાવી છે.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | પશુપાલન લોન યોજના |
હેતુ | પશુપાલન વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તૃત કરવા |
લાભાર્થીઓ | ખેડૂતો, પશુપાલકો, ડેરી ઉદ્યોગકારો |
લોનનો ઉપયોગ | પશુઓની ખરીદી, ગોશાળા નિર્માણ, ઘાસચારો વ્યવસ્થા, આધુનિક સાધનો |
લોનની રકમ | પ્રોજેક્ટના ખર્ચ અનુસાર (સામાન્ય રીતે ₹50,000 થી ₹12 લાખ સુધી) |
વ્યાજ દર | 7% થી 12% (બેંક અને યોજના અનુસાર) |
પુનઃચુકવણી અવધિ | 3 થી 7 વર્ષ |
જામીનગીરી | પશુઓ અથવા અન્ય સંપત્તિ |
સબસિડી | કેટલીક યોજનાઓમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે |
દસ્તાવેજો | આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, આવકનો પુરાવો, જમીનના દસ્તાવેજો |
પશુપાલન લોન યોજના માટેના દસ્તાવેજો
બધી જ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અમુક જરૂરી દસ્તાવેજો આપવા પડે છે. જેથી સરકારને લાભાર્થી અંગેની સચોટ જાણકારી અને બધા પુરાવા મળી શકે. પશુપાલન લોન યોજનામાં અરજી કરવા માટે નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ્સ ઉપયોગી છે.
(1) અરજી ફોર્મ
- બેંક દ્વારા આપવામાં આવેલું ભરેલું અરજી ફોર્મ
- ફોર્મને મળતી માહિતી મુજબ ભરવાનું હોય છે.
(2) ઓળખના પુરાવા
- આધાર કાર્ડ
- મતદાર ઓળખપત્ર
- ડ્રાઇવિંગ લાઇસન્સ
(3) સરનામાનો પુરાવો
- રેશન કાર્ડ
- વીજળી બિલ
- ટેલિફોન બિલ
(4) આર્થિક દસ્તાવેજો
- પાન કાર્ડ
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- આવકનો પુરાવો (પગાર સ્લિપ, આવકવેરા)
(5) વ્યવસાય સંબંધિત દસ્તાવેજો
- પશુપાલન પ્રોજેક્ટ રિપોર્ટ
- જમીનના દસ્તાવેજો (જો લાગુ પડતા હોય તો)
- ગૌશાળા/તબેલાની માલિકી અથવા ભાડાનો પુરાવો
(6) ફોટોગ્રાફ્સ
- તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા
- ફોટો સ્વચ્છ હોવો જોઈએ.
(7) જામીનદાર સંબંધિત દસ્તાવેજો (જો જરૂરી હોય તો)
- જામીનદારનું ઓળખપત્ર
- જામીનદારનો આવકનો પુરાવો
અન્ય દસ્તાવેજો
- પશુ વીમા પોલિસી (જો અગાઉથી હોય તો)
- પશુ આરોગ્ય પ્રમાણપત્ર (પશુ ચિકિત્સક દ્વારા)
પશુપાલન લોન અરજી માટેની પાત્રતા
સરકારી લાભ મેળવવા માટે વ્યક્તિની અમુક પાત્રતા હોય તો જ તેને સહાય આપવામાં આવે છે. જો અહીં દર્શાવેલી પાત્રતા લાભાર્થીમાં હશે તો તેને લોન આપવામાં આવશે.
- અરજદાર વ્યક્તિ ગુજરાતનો મૂળ રહેવાસી હોવો જોઈએ, તેની પાસે ગુજરાતની નાગરિકતા હોવી જરૂરી છે.
- તબેલા કે પોતાની જગ્યામાં 10 કે તેથી વધુ પશુઓ હોવા અનિવાર્ય છે.
- જો તમારી પાસે તબેલો હોય તો લોન મેળવવામાં ઘણી સરળતા રહે છે.
- અરજદારની ઉમર 18 વર્ષથી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજી કરનારની વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદાની અંદર હોવી જોઈએ.
- અરજદાર કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થાનો ડિફોલ્ટર ન હોવો જોઈએ.
- જરૂરી જામીનગીરી આપવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર પાસે જરૂરી તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.
ગુજરાતના ટોપ 10 જોવાલાયક સ્થળો
પશુપાલન યોજનાની ઓનલાઇન અરજી પ્રક્રિયા
આજકાલ બધી જ યોજનાઓના ફોર્મ ઓનલાઇન ભરાવાના શરૂ થઇ ચુક્યા છે. આવા સમયે નીચે દર્શાવેલી માહિતી અનુસાર તમને ઓનલાઇન પશુપાલન લોન અરજી કરવામાં સરળતા રહેશે.
(1) સરકારી પોર્ટલ પર જાઓ
- ગુજરાત સરકારની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
- સામાન્ય રીતે આ “ડિજિટલ ગુજરાત” પોર્ટલ હોય છે.
(2) યોજના શોધો
- પશુપાલન લોન શોધો અથવા કૃષિ વિભાગમાં જાઓ.
- ત્યાંથી તમને પશુપાલન યોજનાની માહિતી દેખાશે.
(3) અરજી ફોર્મ ખોલો
- યોગ્ય યોજના પસંદ કરી અરજી ફોર્મ ખોલો.
- અન્ય વિકલ્પો પર ક્લિક ના થાય તેનું ધ્યાન રાખો.
(4) વ્યક્તિગત માહિતી ભરો
- તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઈમેલ વગેરે દાખલ કરો.
- માહિતી ભર્યા બાદ તેને યોગ્ય રીતે ચકાસી લેવી જોઈએ.
(5) પશુપાલન વિગતો ઉમેરો
- તમારા વર્તમાન પશુધન અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપો.
- પશુના સ્વાસ્થ્ય અંગેની જાણકારી પણ આપવાની રહેશે.
(6) આર્થિક વિગતો
- તમારી આવક, ખર્ચ અને લોનની જરૂરિયાત વિશે માહિતી આપો.
- આમાં આવકનો દાખલો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(7) દસ્તાવેજો અપલોડ કરો
- જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજો અપલોડ કરો.
- તમામ દસ્તાવેજો યોગ્ય છે તે અંગેની ચકાસણી કરી લો.
(8) અરજી સબમિટ કરો
- બધી માહિતી ચકાસો અને અરજી સબમિટ કરો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ થઇ હોય તો ત્યાં દર્શાવવામાં આવે છે.
(9) અરજી નંબર મેળવો
- સફળ સબમિશન પછી તમને એક અરજી નંબર મળશે.
- આ અરજી નંબરને તમારી પાસે સાચવીને રાખો.
(10) સ્થિતિ ટ્રૅક કરો
- આ નંબર વડે તમે તમારી અરજીની સ્થિતિ ટ્રૅક કરી શકશો.
- જે તમારી લોન પાસ થઇ છે કે નહિ તે પણ દર્શાવે છે.
પશુપાલન યોજનાની ઓફલાઈન અરજી પ્રક્રિયા
ઘણા લોકો એવા પણ છે જે ઓફલાઈન પશુપાલન લોનની અરજી કરવા માંગતા હોય છે. પરંતુ તેઓને કેવી રીતે અરજી કરવી તે અંગેનું પૂરતું જ્ઞાન હોતું નથી. આવી પરિસ્થિતિમાં તમે નીચે જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખો.
- આ પ્રક્રિયાની શરૂઆતમાં, તમારે જિલ્લાના કૃષિ વિભાગની કચેરીએ જવાનું હોય છે.
- ત્યાં અધિકારીઓને મળી, તમારા પશુઓની સંખ્યા અને તબેલાની માહિતી આપવી પડશે.
- અધિકારીઓ તમને જરૂરી દસ્તાવેજો અને લોન અંગેની જાણકારી પુરી પાડશે.
- ત્યાં જ અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમામ વિગતો આપવાણી રહેશે.
- પછી, સંબંધિત કચેરીમાંથી લોન માટેના બધા દસ્તાવેજોની માહિતી મેળવી લો.
- અધિકારી પાસેથી પ્રોજેક્ટ સ્ટેમ્પ અને લોનની મંજૂરી મેળવવી પડશે.
- ત્યારબાદ, નિર્ધારિત બેંકમાં જઈ લોન માટે અરજી કરો.
- બેંક મેનેજરને લોન અંગેની બધી માહિતી આપવી પડશે.
- પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરની સહી-સિક્કા ચકાસ્યા પછી બેંક લોન મંજૂર કરશે.
- ત્યારબાદ અંતમાં મંજૂર થયેલી લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
મહત્વના પ્રશ્નો (FAQ)
દેશની સરકાર પોતાની પ્રજાના કલ્યાણ માટે અત્યાધિક યોજનાઓ બનાવતી રહે છે. આવી યોજનાને લઈને લોકો પણ ઘણા ઉત્સાહી જોવા મળે છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.
(1) પશુપાલન લોન યોજના શું છે? તેની જાણકારી આપો?
પશુ પાલન કરનારા લોકોને માટે બનાવવામાં આવેલી યોજનાને પશુપાલન લોન યોજના કહેવાય છે. આ યોજના હેઠળ લાભાર્થીને લોન આપવામાં આવે છે.
(2) પાશુપલન લોન યોજનાનો લાભ કોણ લઇ શકે છે?
જે લોકો ગાય, ભેંસ, વાંછરડા, બકરીઓ, બળદ, ગધેડાઓ અને મરઘાઓ વગેરેનું પાલન કરતા હોય. તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
(3) પશુ પાલન લોન યોજના અંગેના પાત્રતા માપદંડો શું છે?
જેમની પાસે કુલ 10 થી વધારે પશુઓ હશે ફક્ત તેઓ જ યોજના માટેના યોગ્ય પાત્ર ગણાતા હોય છે.
(4) પશુપાલનની લોનમાં કેટલા રકમ અંગેની સહાય આપવામાં આવતી હોય છે.
ગુજરાતના પશુપાલકો માટેની આ યોજના હેઠળ તમને રૂપિયા 50 હજારથી લઈને 12 લાખ સુધીની નાણાકીય સહાય લોન આપવામાં આવે છે.
(5) લોનની પુનઃચુકવણી અવધિ કેટલા વર્ષ સુધીની હોય છે.
લોનના પુનઃચુકવણી અવધિનો સમય ગાળો સામાન્ય રૂપે ત્રણથી સાત વર્ષ જેટલો આપવામાં આવે છે.
આશા કરુ છુ પશુપાલન લોન યોજના અંગેની તમામ જાણકારી તમને મળી ગયી હશે. જે લોકો આ લોન લેવા માંગતા હોય તેમની સાથે પણ આ માહિતી શેયર કરો.